મનોરંજન

શેર કરી પત્ની કશ્મીરા શાહની તસ્વીર, લખ્યું-જ્યારે ઘરમાં બિરયાની મળી જાય તો…

ક્રિષ્ના અભિષેકે પત્નીની એવી એવી બોલ્ડ કાતિલ તસ્વીર શેર કરી કે લોકોના હોંશ ઉડી ગયા, જુઓ

અભિનેતા અને કૉમેડિયન ક્રિષ્ના અભિષેક હાલના સમયમાં ધ કપિલ શર્મા શોમાં પોતાની દમદાર કોમેડીથી દર્શકોને હસાવી રહ્યા છે. ક્રિષ્ના અને તેની પત્ની કશ્મીરા શાહની લવ સ્ટોરી ખુબ જ રોમાંચક છે.

તાજેતરમાં જ કશ્મીરા શાહે ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેની અદાઓ જોઈને ચાહકો ઘાયલ થઈ ગયા છે. કશ્મીરાની આ તસ્વીર ક્રિષ્નાએ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. તસ્વીરની સાથે ક્રિષ્નાએ એવું લખ્યું કે તેના તરફ દર્શકોનું ધ્યાન ખેંચાયું છે.

Image Source

ક્રિષ્નાએ કશ્મીરાના વખાણ કરતા કૈપ્શનમાં લખ્યું કે,”જ્યારે તમને ઘરમાં જ બિરયાની ખાવા મળી જાય તો તમે બહાર જઈને દાળ મખની શા માટે ખાશો? મને ગર્વ છે કે તું ફરીથી તારા હોટ અંદાજમાં પાછી આવી ગઈ છે”. કશ્મીરાને આવા હોટ અંદાજમાં જોઈને ક્રિષ્ના ખુબ જ ખુશ થયો છે.

વાયરલ તસ્વીરમાં કશ્મીરાએ બ્લેક સ્વિમસૂટ પહેરી રાખ્યું છે, જેમાં તે ખુબ જ હોટ અને કાતિલાના દેખાઈ રહી છે. કશ્મિરાનો આવો અંદાજ જોઈને દર્શકો દીવાના બની ગયા છે.

Image Source

કશ્મીરાએ પોતાનો વજન ઓછો કર્યો છે અને તે પહેલાની જેમ ફિટ અને હોટ બની ગઈ છે. ક્રિષ્નાની બહેન આરતી સિંહે પણ પોતાના એકાઉન્ટ પર તેની આ તસ્વીર શેર કરી છે અને  લખ્યું કે,”હૉટનેસ, કૈશ તું ખુબ જ સુંદર લાગી રહી છે. મને આજે પણ યાદ છે કે તે આ શરૂઆત બિગ બૉસની આસપસાના સમયમાં કરી હતી જયારે તું સીઝનમાં આવી હતી. સમય લાગ્યો, પણ તે કરી બતાવ્યું”. જ્યારે આરતી સિંહ બિગ બોસ-13 ના ઘરમાં હતી ત્યારે કશ્મીરા તેને સપોર્ટ કરવા માટે પહચી હતી.

અમુક સમય પહેલા જ કશ્મીરા શાહ કપિલ શર્મા શોમાં ગેસ્ટ સ્વરૂપે આવી હતી. દર્શકોને પણ ક્રિષ્ના-કશ્મીરાની બોન્ડિંગ ખુબ જ પંસદ આવી હતી.આ શોમાં બંન્ને એકબીજાની મસ્તી કરતા જોવા મળ્યા હતા અને પોતાની લવ-સ્ટોરી વિશે પણ વાત કરી હતી.

Image Source

કશ્મીરા શાહ એક દમદાર અભિનેત્રી છે. કશ્મીરા બોલીવુડની યસ બોસ, જંગલ, પ્યાર તો હોના હી થા, શિકારી, હેરા ફેરી, સીટી ઓફ ગોલ્ડ, વેક અપ સીડ, એન્ટરટેનમેન્ટ જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે. કશ્મીરા-ક્રિષ્ના ટ્વીન્સ બાળકોના માતા-પિતા છે.