જાણવા જેવું ધાર્મિક-દુનિયા પ્રેરણાત્મક લેખકની કલમે

“ખોટા માર્ગ ઉપર ચાલનાર જીવોને યોગ્ય માર્ગે લાવવા ક્યારેક ભગવાનનાં સેવકો જન્મ લેતા હોય છે” વાંચો એવા જ એક સેવકની વાર્તા..

ધર્મનો વિજય કરવા, અધર્મનો નાશ કરવા, ધર્મનું જ્ઞાન આપવા, ખોટા માર્ગ ઉપર ચાલનાર જીવોને યોગ્ય માર્ગે લાવવા ક્યારેક ભગવાનનાં સેવકો જન્મ લેતા હોય છે.

આવા અનેક ધર્મ આપણા ભારત દેશમાં યુગો યોગોથી ચાલતા આવ્યા છે. જ્યાં અલગ દેખાઈ આવતો ધર્મ એટલે જૈનધર્મ…. ભગવાન શ્રી ઋષભદેવે જૈન ધર્મની સ્થાપના કરી હતી. જેના પુરાવા ઋગ્વેદમાં છે. ત્યાર પછી ચોવીસ તીર્થંકર આ સંસારને મળ્યા છે. જેમાં પ્રભુ શ્રી , મહાવીર સ્વામી પણ હતા.

ભારતવર્ષમાં ભિન્ન- ભિન્નધર્મનું જ્ઞાન આપવા માટે સમય સમયે અનેક સંતો, મહંતો, ઋષિમુનિઓ, પંડિતો થયા જેમાં દાદા ભગવાન, પ્રમુખસ્વામી મહારાજ, પરમ પૂજ્ય પાંડુરંગ દાદા, અને જૈનાચાર્ય પ.પૂ યુગભૂષણસુરીશ્વરજી મહારાજ જેવા તપસ્વી આત્માઓ આપણને મળી છે.

યુગભૂષણસુરીશ્વરજી મહારાજ ના પિતાશ્રીનું નામ ખીમજીભાઈ હતું તેમની માતાશ્રીનું નામ લક્ષ્મીબહેન હતું. તેમનો જન્મ કલકત્તામાં ઇ.સ.1957 માં થયો હતો. તેઓના પિતાશ્રી ખીમજીભાઈ ને મોટા મોટા ઉદ્યોગપતિ અને રાજકારણી લોકો જોડે સારા સબંધ હતા. તેમને જૈનાચાર્ય રામચંદ્રસુરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. તેમના પરિવારમાં ત્રણ ભાઈ બહેને દીક્ષા લીધી છે.

સદાય અખિલ બ્રહ્માંડના કલ્યાણ માટે જેમના મનના વિચારોમાં લિન હોય, તેવા પરમકૃપાળુ જૈના ચાર્ય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ કે જેઓ પંડિતજી મહારાજ ના હુલામણા નામથી જાણીતા છે. જેમના દર્શન માત્રથી કલ્યાણ થાય. જેઓ સ્વયં ગંગાના નીર સમાન, જેમનું હદય માખણ જેવું કોમળ, જેમનું ભાલ ગિરનાર સમાન છે.

અખિલ વિશ્વના સ્વરૂપને આ યુગ પુરુષ જાણતા હોય. જેમણે જન્મ અને મૃત્યુનું સ્વરૂપ બરાબર પિછાણ્યું હોય. જેમના સાનિધ્યમાં રહેનાર સંસારના પ્રત્યેક જીવની અશુભ મનોકામના છૂટી જ જાય. એમની પાસેથી અભૂતપૂર્વ જ્ઞાન મેળવવા મળે એ પણ જીવનનો એક અમૂલ્ય લહાવો છે.

જ્યાં સંસાર શું છે. મૃત્યુ પછી શું. મૃત્યુ નો વિચાર કેમ નથી. મનની ગતિ એ એક જગાએથી બીજી જગાએ કેવી રીતે જઈ શકે. મન ના વિચારો વાંચવા , ભૂત અને ભવિષ્યનું પ્લાનિંગ , કર્મ સાથેનો નાતો આવી અનેક મનની શંકાઓનું સમાધાન મહારાજના સાનિધ્યમાં પ્રાપ્ત થતું હોય.જેમના નામ સ્મરણથી શરીર ના રોમે રોમ માં આનંદની અલૌકિક ક્રિયા થતી હોય. તે ગુરુને મયંક પટેલ ના કોટિ કોટિ વંદન…

સ્વયં પરમાત્મા છે કે, તીર્થંકરનો જન્મ પણ આમ પાપનો ઉદય જ છે., છતાં સર્વ જીવોના કલ્યાણ માટે હોવાથી કલ્યાણમય છે, અને સર્વ લાયક જીવોને પમાડવાના હેતુથી તેમની પ્રવૃત્તિ થાય છે.જ્યારે ભાવના તો સર્વ જીવોના કલ્યાણની છે.જેઓ સંસારને યોગ્ય માર્ગ લઈ જવાનું કાર્ય કરે. જે ભૂત અને ભવિષ્ય ને પણ જાણે છે. ફક્ત જૈન ધર્મ માટે નહીં, પ્રત્યેક જીવના કલ્યાણ હેતુ જેમનું જીવન છે.

માનવની સમજણને સજાગ બનાવવા જેમને ચલમન જીતવા જઈએ જેવી ફિલ્મ ગુરુના શ્રાવકો દ્વારા લખાઈ, કે જેને ઘણા એવોર્ડ મળ્યા. જેઓ સંસાર ને અલૌકિક શક્તિથી જોઈ શકે છે. જેમને ના જન્મનો હર્ષ છે ના મૃત્યુનો ડર છે. ને ભવિષ્યની ના ચિંતા છે. એવા તુલ્ય ગુરૂના ચરણોમાં વંદન…

સદાકાળથી પોતાના પ્રભુ મહાવીરસ્વામીના ઉપદેશને અનુસરતા અને જીવહિંસાથી દુર રહે છે. 78 જેટલા શ્રમણ અને શ્રમણીઓ આજે તેમના માર્ગદર્શન હેઠળ મોક્ષમાર્ગની સાધના કરી રહયા છે.

જૈનમુનિ, શ્રમણ,શ્રમણીઓ અને આચાર્ય તેમનજ ગચ્છાદીપતિની એ વિશેષતા છે કે આજના ટેકનીકલ યુગમાં પણ તેઓ વિધ્ધુત કે વિધ્ધુતથી ચાલતી કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી. તેઓશ્રી રસ્તામાં જ્યાં ત્યાં થુકતા નથી. હંમેશા ચાલીને જ એક જગાએથી બીજી જગાએ જાય છે.

યુગભૂષણસુરીશ્વરજી મહારાજ રોજ પોતાના ઉપાશ્રમમાં યુવાનોને અહિંસાના સાચા પાઠ ભણાવે છે. ગુરુજી ક્યારેય વોટ્સપ કે ટ્વીટર ઉપયોગ કરતા નથી. તેમ છતાં આજના આધુનિક યુગથી પરિચિત રહેતા હોય છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુના જણાવ્યા અનુસાર તેમના નિર્વાણ પછી 2500 વર્ષ પૂરા થશે તે પછી જૈન શાસનનો અભ્યુદય થશે. સાચે જ આજે અનેક જૈન લોકો આવા આધુનિક યુગમાં પણ દીક્ષા લેવા પડાપડી કરી રહયા છે. જ્યાં આદ્યત્મિક માર્ગ માટે લોકોએ દોટ લગાવી છે. ખરેખર બાળપણથી જ સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે. પ્રભુના ઉપદેશ અને આદેશો જાણે જૈન સ્ત્રીના ગર્ભમાંજ સંસ્કારનું સિંચન થતું હોય.

 

આવી મોહ, માયાના બંધનથી મુક્ત થઈને પ્રભુ મહાવીર સ્વામીની આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે. ના કોઈ બેન્ક બેલેન્સ, આ આધારકાર્ડ ના કોઈ મિલકત એમના નામે હોતી નથી. તેઓ પૈસાને પણ કદી હાથ લગાડતા નથી.

ધન્ય ધન્ય છે આવા સંતો, ઋષિમુનિઓ આચાર્યશ્રીઓ અને ગચ્છાદીપતિને. ધન્ય છે એ જૈન સમાજ કે આજે પણ આત્મા થી પરમાત્મા સુધી લઈ જનારા,સાચો જીવનનો માર્ગ બતાવનારા, આચાર્યશ્રીઓ છે. જો એ ઉપદેશ ઉપર ચાલવામાં આવે તો મોક્ષનો માર્ગ પણ મળે….

ઓમ અરિહંતાય નમઃ
Author: મયંક પટેલ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.