જ્યોતિષ શાસ્ત્ર

દેવામાંથી મુક્તિ મેળવવા માટે એકવાર જરુર કરો આ સરળ ઉપાય

દેવું કરવું આમ તો સારી બાબત નથી છતાં પણ જીવનમાં ઘણીવાર એવી મુશ્કેલીઓ આવી જાય છે જેના કારણે દેવું કરવું પડતું હોય છે. કોઈ પાસે ઉધાર લીધેલા પૈસા ચુકવવામાં પણ તકલીફ ઘણી થતી હોય છે. જો દેવું કરી અને કોઈ વેપાર ધંધો શરૂ કર્યો અને ના ચાલ્યો તો મુશ્કેલીઓ વધી જતી હોય છે. આવા સમય ક્યારેક કિસ્મત પણ સાથ નથી આપતું. જો તમે પણ દેવામાં સપડાઈ ગયા હોય તો તેને દૂર કરવાના કેટલાક સરળ ઉપાયો અમે તમને જણાવીશું, જેના દ્વારા તમે દેવામાંથી મુક્ત થઇ શકશો.

Image Source

1. કરો હનુમાનજીની પૂજા:
જો તમારા જીવનમાં પણ એવી કોઈ જરૂરિયાત કે મુસીબત આવી પડે છે જેના કારણે તમારે પણ દેવું કરવું પડે એમ છે તો દેવું કરવા માટે સારો દિવસ બુધવારનો માનવામાં આવે છે. કારણ કે બુધવારના રોજ કરેલું દેવું માણસના મગજ ઉપર ભાર નથી બનતું. દેવું ઉતારવા માટે મંગળવારનો દિવસ શુભ માનવામાં આવે છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી જેના કારણે તમારા દેવામાં પણ તમને રાહત મળશે.

Image Source

2. મસૂરની દાળનું કરો દાન:
દેવામાંથી મુક્તિ મેળવવા માટે રોજ મસૂરની દાળનું દાન કરવું જોઈએ. તેનાથી ધીમે ધીમે તમારું દેવું ઓછું થઇ શકે છે. આ ઉપરાંત મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં નારિયેળનું દાન કરવું.  આ ઉપરાંત લીલા રંગના ગણપતિ ઘરના મુખ્ય દ્વાર ઉપર આગળ પાછળ એમ બંને તરફ લગાવવા અને વસ્તુ અનુસાર ઈશાન ખૂણાને સાફ અને સ્વચ્છ રાખો.

Image Source

3. મગની દાળનો ઉપાય:
દેવામાંથી મુક્તિ મેળવવા માટે બુધવારના દિવસે સવા પાંચસો ગ્રામ મગની દાળ ઉકાળીને તેમાં ગોળ અને ઘી ઉમેરો. તેને કોઈ ગાયને ખવડાવી દેવું. આ ઉપાય દરેક બુધવારે નિયમિત કરવો. આ ઉપાય કરવાથી તમને જલ્દી જ દેવામાંથી છુટકારો મળશે.

Image Source

4. હનુમાન ચાલીસા:
જો તમે પણ દેવાથી પરેશાન છો તો હનુમાનજીના ચરણોમાં મંગળવાર અને શનિવારના દિવસે તેલ અને સિંદૂર ચઢાવો અને માથા ઉપર સિંદૂરનું તિલક કરો. સાથે જ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરો.

Image Source

5. શિવલિંગ ઉપર ચઢાવો શેરડીનો રસ:
જો તમારે પણ વારંવાર દેવું ઉતારવા છતાં પણ દેવું ચઢતું જ જતું હોય તો તમે શિવલિંગ ઉપર શેરડીનો રસ ચઢાવી ૐ નમઃ શિવાય કે પછી મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ 108 દિવસ સુધી કરશો તો લાભ થશે. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી તમને ધીમે ધીમે દેવામાંથી મુક્તિ મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.