બૉલીવુડ અને ટેલિવઝનના સેલેબ્સ કોઈને કોઈ મામલે ચર્ચામાં રહે છે. આજે બૉલીવુડ અને ટેલિવઝન બધા સેલેબ્સ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. સેલેબ્સ સોશિયલ મીડિયામાં તેની તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે. ટીવી એક્ટરે કરિશ્મા તન્ના ફરી એક વાર ચર્ચામાં આવી છે.

મશહૂર સિરિયલ ‘નાગિન’ની ત્રીજી સીઝનમાં લીડ રોલમાં નજરે આવી ચુકેલી કરિશ્મા તેના બીજી શેડ્યુઅલ વચ્ચે પણ થોડો સમય કાઢીને વેકેશનનો આનંદ માણે છે. હાલ કરિશ્મા તન્ના તેની સીરિયલને કારણે નહીં પરંતુ તેની તસ્વીરને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં જ કરિશ્મા તન્નાએ તેની ખુબસુરત તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ શેર કરેલી તસ્વીરમાં કરિશ્મા ખુબસુરત જોવા મળી રહી છે.

કરિશ્મા તન્નાએ શેર કરેલી તસ્વીરમાં તે પીળા કલરની બિકીનીમાં નજરે આવે છે. કરિશ્માની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

કરિશ્મા આ બિકીની લુકમાં એટલી ખુબસુરત લાગી રહી હતી કે, પ્રોડ્યુસર એકતા કપૂર પણ કમેન્ટ કરતા રોકી શકી ના હતી. એકતા કપૂરે કરિશ્મા તન્નાની આ તસ્વીર પર કમેન્ટ કરી હતી કે, ‘માય ગોડ.’

જણાવી દઈએ કે, કરિશ્મા થોડા દિવસ પહેલા જ સ્ટાર પ્લસની જાણીતા શો ‘ કયામત કી રાત મે’ માં નજરે આવી હતી. આ સિરીઝમાં કરિશ્માના કામને લોકોએ ખુબ જ વખાણ્યું હતું. આ શોમાં કરિશ્માની સાથે એક્ટર વિવેક દહિયા નજરે આવ્યો હતો. આ સિરીઝમાં બંનેની કેમેસ્ટ્રીને લોકોએ બહુજ સરાહી હતી.

છેલ્લા ઘણા સમયથી કરિશ્મા સારા શોની તલાશમાં હતી. કરિશ્માને એકને એક રોલ નિભાવવાથી જ મુંઝવણ મહેસુસ થતી હતી. કરિશ્માના જણાવ્યા અનુસાર,એક્ટિંગ કરવા માટે રોલ કંઈક રસપ્રદ જોઈએ. કરિશ્મા નાગિનમાં બીજી વાર નજરે આવી રહી છે. આ પહેલા કરિશ્મા નાગાર્જુન-એક યુદ્ધમાં નજરે આવી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.