મનોરંજન

સૈફ-અમૃતાના જયારે લગ્ન થયા ત્યારે કરીનાની ઉંમર જાણીને લાગશે તમને આઘાત, લગ્ન સમયે કરીનાએ કહ્યું લગ્ન મુબારક સૈફ અંકલ અને..

પોતાના બે-બે લગ્નો માટે સૈફ અલી ખાન હંમેશા સુર્ખીઓમાં રહે છે. સૌથી પહેલા ઉંમરમાં પોતાનાથી 12 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કરવાને લીધે સૈફ ખૂબ જ ચર્ચાઓમા હતો.

અને હાલ તેનાથી 10 વર્ષ નાની કરીના કપૂર તેમની પત્ની છે. સૈફ અને અમૃતાના લગ્ન પ્રેમ વિવાહ હતા. તેઓના લગ્નમાં ઘણા દિગ્ગજ લોકો સામેલ થયા હતા. સૈફ-અમૃતા એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા અને તેઓ એ રીતે પોતાની દીવાનગીમાં ખોવાઈ ગયા કે તેઓને કઈ બીજું નજરમાં જ ન આવ્યું.

જયારે તેઓના રિલેશનની વાત તેઓના ઘરના લોકોને જાણ થઇ ત્યારે તેઓએ લગ્ન માટે ના કહી દીધી હતી. બંનેના પરિવાર તેમના લગ્નની વિરુદ્ધમાં હતા, તેમ છતાં બંનેએ એકબીજાનો સાથ છોડ્યો ન હતો. સૈફ અને અમૃતાના બે બાળકો છે, એક દીકરી અને એક દીકરો. સૈફની દીકરી સારા તો હાલ બોલિવૂડમાં કામ પણ કરવા લાગી છે.

Image Source

જો કે સૈફ અને અમૃતાના લગ્ન લાંબો સમય ન ટક્યા અને બંને છુટા થઇ ગયા. પછી સૈફ અલી ખાને બોલિવૂડની અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા અને તેમનો દીકરો તૈમૂર સૌનો ફેવરેટ સેલિબ્રિટી ચાઈલ્ડ છે.

પરંતુ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે સૈફ અલી ખાનના પહેલા લગ્નમાં તેમની બીજી પત્ની પણ આવી હતી. વાત એમ છે કે સૈફ અને કરિનાની બહેન કરિશ્મા કપૂર સારા મિત્રો હતા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

Image Source

ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ વખતે તો ઘણીવાર કરીના બહેન કરિશ્મા સાથે ફિલ્મના સેટ પર જતી હતી. જયારે સૈફ અને અમૃતાના લગ્ન થયા ત્યારે પણ કરીના ત્યાં મહેમાન બનીને પહોંચી હતી.

ત્યારે કરિનાની ઉમર માત્ર 10 વર્ષ જ હતી. કરીનાએ સૈફને શુભેચ્છાઓ આપતા કર્યું હતું, ‘લગ્ન મુબારક સૈફ અંકલ.’ આ પ્રસંગે સૈફે કહ્યું હતું, ‘થેન્ક યુ બેટા.’ મજાની વાત તો એ છે કે જેમને એકબીજાને અંકલ અને બેટા કહીને સંબોધ્યા હતા એ આજે પતિ પત્ની છે.

Image Source

ઓક્ટોબર 1991માં સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે લગ્ન કરીને બધાને જ ચોંકાવી દીધા હતા. સૈફ અને અમૃતાના લગ્નમાં ઘણા દિગ્ગજો સામેલ થયા હતા. પરંતુ આ લગ્ન ટક્યા ન હતા. વર્ષ 2004માં પૈસા અને એક્સ્ટ્રા મેરિટલ અફેરના લીધે થયેલા ઝઘડાના કારણે બન્નેના છુટ્ટાછેડા થઇ ગયા હતા. વર્ષ 2012માં કરીના કપૂર અને સૈફ અલી ખાને લગ્ન કરી લીધા હતા.

Image Source

એ પછી વર્ષ 2005માં એક ઇન્ટરવ્યૂમાં સૈફે તેના અને અમૃતાના સંબંધો વિશે ખુલાસાઓ કર્યા હતા. સૈફે કહ્યું હતું, અમૃતા મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી. એ મને મેણા મારતી અને ગાળો આપતી હતી.

તેને ઘણા સમય સુધી આ સહન કર્યું પણ પછી અમૃતાને ડિવોર્સ આપી દીધો હતો. ડિવોર્સ પછી અમૃતાએ સૈફ પર એલમની ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો, જેના પર સૈફે કહ્યું હતું કે તેને અમૃતાને આપવાના 5 કરોડમાંથી 2.5 કરોડ રૂપિયા આપી દીધા છે અને દર મહિને 1 લાખ રૂપિયા મોકલે છે

અને ત્યાં સુધી આપશે જ્યા સુધી તેમનો દીકરો ઇબ્રાહિમ 18 વર્ષનો ન થઇ જાય. સૈફને એ વાતનું ખૂબ જ દુઃખ હતું કે તેમના બાળકો અમૃતાના માતા-પિતા સાથે રહે છે કારણ કે અમૃતા ટીવી સિરિયલ કરવામાં વ્યસ્ત છે.

સૈફ હવે કરીના સાથેના પોતાના લગ્ન જીવનમાં ખુશ છે. તેમનો દીકરો તૈમૂર પોપ્યુલર સ્ટારકિડ છે. સૈફ અને અમૃતાની દીકરી સારા પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી ચુકી છે અને સારા અને કરિનાની એકબીજાની સાથે સારી બોન્ડિંગ છે.

800 કરોડના આ આલીશાન મહેલમાં રહે છે સૈફ-કરીના, અંદરથી દેખાઈ જ કંઈક આવો નજારો, જુઓ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન માં બન્યા પછી ફિલ્મોમાં ખુબ જ  ઓછી જોવા મળે છે, જો કે તેની પાસે હાલમાં એકથી એક મોટા પ્રોજેક્ટ પડેલા છે. હાલ કરીના કપૂર રેડિયો શો ‘વ્હોટ વુમેન વોન્ટ્સ’ હોસ્ટ કરી રહી છે. અને તે અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ માં જલ્દી જ નજરમાં આવી શકે તેમ છે.

પણે સૌ જાણીએ છીએ કે સૈફ સાથે લગ્ન કરતા પહેલા કરીના કપૂર અન્ય કલાકારો સાથે પણ રિલેશનમાં રહી ચુકી હતી. તો સૈફ અલીખાનને પણ અમૃતા સિંહ સાથે લગ્ન થયા હતા. સૈફ અલીખાનને 2 બાળકો છે.

Image Source

શાહિદ કપૂર સાથેના બ્રેકઅપ પછી કરીના અને સૈફ અલી ખાનની નજીકતા વધી ગઈ હતી. બંને એ એકબીજા સાથે પાંચ વર્ષ ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા.

Image Source

સૈફ અલી ખાનના પિતા મન્સુર અલીખાન પટૌડી પણ જાણીતા ક્રિકેટર હતા. સૈફ અલી ખાન નવાબ ફેમિલી માંથી આવે છે. તેની પાસે એકથી એક શાનદાર ઘર છે. આજે અમે તેમને સૈફનો હરિયાણામાં આવેલો નવાબી મહેલ ‘પટૌડી પેલેસ’ ની ખાસ તસ્વીરો દેખાડીશું.

Image Source

જણાવી દઈએ કે આ ‘પટૌડી પેલેસ’ ની કિંમત 800 કરોડ રૂપિયા છે.આ પેલેસ 10 એકરમાં ફેલાયેલો છે. આ ‘પટૌડી પેલેસ’ 81 વર્ષ કરતા પણ જૂનો છે જેમાં 150 રૂમ છે. જેમાં 7 ડ્રેસિંગ રૂમ,7 બેડ રૂમ,સાથે ડ્રોઈંગ રમ અને ડાઇનિંગ રૂમ પણ છે. આ પેલેસમાં ‘મંગલ પાંડે’,’વીર ઝારા’,ગાંધી: માય ફાધર, મેરે બ્રધરકી દુલહન ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું।

Image Source

પટૌડી પેલેસનું નિર્માણ 1953માં 8માં નવાબ ઇફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ કરાવ્યું હતું.એક સમય હતો જ્યારે આ મહેલમાં 100થી પણ વધારે નોકરો કામ કરતા હતા.

Image Source

આ પેલેસમાં ખુબ મોટું મેદાન છે અને ઘોડાઓ માટેનો પણ એક મોટો તબેલો બનેલો છે. 9માં નવાબ મન્સુર અલી એટલે કે નવાબ પટૌડીએ તેનું રીનોવેશન કરાવડાવ્યું હતું.

Image Source

સૈફ-કરીના માટે પટૌડીપેલેસને એક મહેલની જેમ તૈયાર કરાવડાવામાં આવ્યું હતું.આ રૂમ કરીના-સૈફનાં લગ્ન પહેલા જ બન્યો હતો. કરીનાએ પટૌડી પેલેસમાં સૈફ અલી ખાન સાથે અહીં પોતાનો 35મોં જન્મદિવસ ઉજવ્યો હતો.

Image Source

હાલમાં તો સૈફ અલી ખાન અને કરીના મુંબઈમાં તેના પુત્ર તૈમુર સાથે રહે છે. હાલમાં જ સૈફ હિટ શો નેટફ્લિક્સનું શૂટિંગમાં વ્યસ્ત છે. તો કરીના કપૂર કરણ જોહરની આગામી ફિલ્મ ‘તખ્ત’માં રણવીર સિંહ,વિકી કૌશલ, આલિયા ભટ્ટ,અનિલ કપૂર,જ્હાન્વી કપૂર,અને ભૂમિ પેડનેકર સાથે ઝળકશે।