ખબર ફિલ્મી દુનિયા

કરીના કપૂરના કાકા રાજીવ કપૂરની પ્રાર્થન સભામાં સામેલ થયો કપૂર પરિવાર, સૈફથી લઇને ફરહાન અખ્તર સુધી જોવા મળ્યા આ સેલેબ્સ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરના કાકા અને બોલિવુડના દિગ્ગજ નેતા રણધીર કપૂર અને ઋષિ કપૂરના સૌથી નાના ભાઇ રાજીવ કપૂરમી પ્રાર્થના સભા શુક્રવારના રોજ રાખવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં કપૂર પરિવાર અને અમુક લોકો જ સામેલ થયા હતા. કોરોના મહામારીને કારણે વધારે લોકોને બોલાવવામાં આવ્યા ન હતા.

રાજીવ કપૂરની ભાભી અને અભિનેતી ઋષિ કપૂરની પત્નિ નીતૂ કપૂરે પહેલા જ સોશિયલ મીડિયા પર એ જાણકારી આપી દીધી હતી કે, રાજીવ કપૂરનું ચોથું નહિ થાય. પ્રાર્થના સભામાં નીતૂ સિંહ ઉપરાંત તેમનો દીકરો રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અનેક સેલેબ્સ પહોંચ્યા હતા.

9 ફેબ્રઆરીના રોજ રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનું નિધન થયું હતું. તેમના માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું અને તેમાં બોલિવુડની ઘણી હસ્તિઓ સામેલ થઇ હતી.આ પ્રાર્થના સભાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે.

રાજીવ કપૂરની પ્રાર્થના સભામાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન, નીતૂ કપૂર, અર્જુન કપૂર અને અનેક સેલેબ્સ સામેલ થયા હતા.

નોંધનીય છે કે, રણધીર કપૂરે છેલ્લા 2 વર્ષમાં તેમના 2 ભાઇઓ, માતા કૃષ્ણા રાજ કપૂર અને બહેન રિતુ નંદાને ગુમાવ્યા છે.

શુક્રવારે જે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું તેમાં કપૂર પરિવારના બધા જ સભ્યો સામેલ થયા હતા.

પ્રાર્થના સભામાં શમ્મી કપૂરની પત્નિ નીલા દેવી, રણબીર કપૂરની બહેન રિદ્ધીમા કપૂર તેમના પતિ ભરત સહની અને આદર જેૈન તેમજ અરમાન જૈન પણ સામેલ થયા હતા. પ્રાર્થના સભામાં કરીના કપૂર આવી શકી ન હતી.

શશિ કપૂરના દીકરા કૃણાલ કપૂર પણ રાજીવ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા પહચ્યા હતા. સંજય કપૂર, તેમની પત્નિ મહીપ કપૂર અને રીમા જૈન તેમજ કપૂર પરિવારના અનેક સદસ્યો પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા.

સૈફ અલી ખાન

ફરહાન અખ્તર