ગર્ભવતી કરીના ખાન ટ્રોલરના નિશાને ચડી, જુઓ લોકોએ કેવું કેવું સંભળાવ્યું
26 જાન્યુઆરી 2020 પ્રખ્યાત બાસ્કેટબોલ પ્લેયર કોબી બ્રાયન્ટનું હેલીકૉપટર ક્રેશ દરમિયાન મૃત્યુ થયું હતું. તેની સાથે બીજા 8 લોકોના મૃત્યુ પણ થયા હતા. ગઈકાલે તેનીપુણ્યતિથિ ઉપર દુનિયાભરના સેલેબ્રિટીઓએ શ્રદ્ધાંજલિ આપી જેમાં એક નામ કરીના કપૂરનું પણ હતું.
હવે કરીનાને આ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવવા ઉપર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. કરીનાએ કોબી બ્રાયન્ટની એક ખુબ જ સુંદર તસવીર શેર કરીને પોતાના મનગમતા ખેલાડીને યાદ કર્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને આ પસંદ ના આવ્યું.
View this post on Instagram
લોકોએ કરીનાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. લોકોએ કહ્યું કે કરીનાને સાત સમુદ્ર પારના લોકો ઉપર ટ્વીટ કરવાનો સમય છે પરંતુ પોતાના દેશની અંદર મરી રહેલા ખેડૂતોને લઈને કોઈ પોસ્ટ નથી કરી રહી. ઘણા લોકોએ તો તેને લેક્ચર આપવાનું પણ શરૂ કરી દીધું.
એક યુઝર્સે કરીનાને ટ્રોલ કરતા લખ્યું કે, “કોબી બ્રાયન્ટ તારા કાકા થાય છે ? ખેડૂતો મરી રહ્યા છે પરંતુ તેમને યાદ નથી કરતી.” આ ઉપરાંત પણ બીજા ઘણા લોકો કરીનાને આ પોસ્ટ ઉપર ટ્રોલ કરી રહ્યા છે.
કરીના હાલ પોતાની બીજી પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે, આવતા મહિને તે ખુશખબરી આપી શકે છે.