મનોરંજન

ચર્ચામાં છે કરીના કપૂરનું નેકલેસ, કિંમત જાણશો તો આંખે અંધારા આવી જશે

બૉલીવુડની હોટ મૉમ એટલે કે કરીના કપૂરે આગળના દિવસોમાં પોતાના 39 માં જન્મદિવસની ઉજવણી કરી હતી. કરીના કપૂર ડાંસ ઇન્ડિયા ડાંસ રિયાલિટી શો ની જજ છે, એવામાં પોતાના જન્મદિસવ પછી કરીના કપૂર આ શો ના સેટ પર પહોંચી હતી અને ફરીથી પોતાના કામમાં લાગી ગઈ છે.

સેટ પર પહોંચેલી કરીના કપૂરની ફેશન સેન્સએ કોઈને આકર્ષિત કર્યા હતા. પોતાની સ્ટાઈલથી એકવાર ફરીથી કરીના કપૂર પર દરેકની નજરો થંભી ગઈ હતી.

એવામાં કરીના કપૂરે ગળામાં પહેરેલો ચોકર દરેકની નજરોમાં આવી ગયો હતો. પટૌડી ખાનદાનની વહુ કરીના કપૂરે ડાંસ ઇન્ડિયા ડાંસના ફિનાલેમાં ક્લાસિક ડાયમંડનો સર્પેન્ટ ચોકર પહેરી રાખ્યો હતો. કરીનાના આ સર્પેન્ટ ચોકરની કિંમત લગ્ઝરી ગાડી કરતા પણ વધારે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીનાના આ નેકલેસની પુરા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા થઇ રહી છે. કરીના કપૂરે બલૂન સ્લીવવાળું બોડી હેંગિંગ ગાઉન પહેરી રાખ્યું હતું. ટ્રાન્સપેરેન્ટ હિલ્સની સાથે મિડલ પાર્ટીશન વાળી હેર સ્ટાઈલમાં કરીનાનો અવતાર એકદમ અલગ જ પ્રકારનો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

જણાવી દઈએ કે કરીનાએ ગળામાં પહેરેલા આ સ્નેક ચોકરની કિંમત લગ્ઝરી ગાડી કરતા પણ વધારે છે. મળેલી જાણકારી અનુસાર આ ચોકરની કિંમત પુરા 38 લાખ રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

શો માં અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ પહોંચી હતી. તે પોતાની આવનારી ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિન્કના પ્રમોશનમ માટે પહોંચી હતી. શો ના દરમિયાન બંન્નેએ ખુબ મસ્તી કરી હતી.

કરીના કપૂરે 21 સપ્ટેમ્બરના રોજ પટૌડી પેલેસમાં પોતાના જન્મદિસવની ઉજવણી કરી હતી. કરીનાએ સૈફ અલી ખાન તથા પરિવારના અન્ય લોકોની સાથે કેક કટિંગ કરીને પોતાનો જન્મદિસવ ઉજવ્યો હતો.

 

View this post on Instagram

 

❤❤❤❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આગળના દિવસોમાં કરીના કપૂર લૈકમેં ફેશન વીકના ફિનાલેમાં રૈમ્પ વૉક કરતી જોવા મળી હતી. તેના આ ફેશન શો ની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી, તસ્વીરોમાં કરીના ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

વર્કફ્રન્ટની વાત કરીયે તો કરીના કપૂર પોતાની આવનારી ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ના રિલીઝની વાટ જોઈ રહી છે. ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર, કિઆરા અડવાણી, દિલજીત દોસાંઝ પણ જોવા મળશે. ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ શકે તેમ છે. આ સિવાય કરીના ઇરફાન ખાનની ‘અંગ્રેજી મીડીયમ’ અને કરન જોહરની ફિલ્મ ‘તખ્ત’ માં પણ જોવા મળશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.