મનોરંજન

કરીનાને જે વ્યક્તિથી હતું આકર્ષણ, તે વ્યક્તિ જીવી રહ્યો છે આજે ગુમનામની જિંદગી

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તેની અદાઓને લઈને હર કોઈને દીવાના બનાવ્યા છે. હાલમાં જ કરીનાએ તેના પહેલા ક્રશને લઈને ખુલાસો કર્યો હતો. કરીનાએ આ ખુલાસો ડાન્સ ઇન્ડિયા ડાન્સ 7 માં કર્યો હતો. કરીનાએ આ શોમાં કહ્યું હતું કે, તેને આશિક ફિલ્મના એક્ટર રાહુલ રોય પર ક્રશ હતો.

 

View this post on Instagram

 

Yellow for tonight ❤❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરિનાની આ વાત સાંભળીને રાહુલ ખુદ હેરાન થઇ ગયો હતો. કરીનાના આ ખુલાસા બાદ રાહુલ રોયે પણ સોશિયલ મીડિયામાં આ ખબર પર રિએક્શન આપ્યું હતું. જયારે રાહુલને ખબર પડી કે કરીનાનો તેના પર ક્રશ હતો ત્યારે રાહુલે પણ કરિનાની ન્યુઝ રીપોસ્ટ કરતા લખ્યું હતું કે, મારી પાસે શબ્દો નથી.

 

View this post on Instagram

 

I’m speechless🙌 @iamkareenakapoor @therealkareenakapoor #KareenaKapoor #KareenaKapoorKhan #RahulRoy #Bollywood

A post shared by Rahul Roy (@officialrahulroy) on

આ પોસ્ટ સાથે રાહુલે લખ્યું હતું કે, છેલ્લા 2 દિવસથી કરીનાએ મારા માટે કહેલા શબ્દો વાંચું છું. આ સાંભળીને મને એટલું આશ્ચર્ય થયું કે મારી પાસે કહેવા માટે શબ્દો નથી રહ્યા. પરંતુ તેના ફેન્સને લઈને ઈમાનદાર થવા માટે હું તેનો આભારી છું. હું પણ તેનો એક ફેન્સ જ છું.

પરંતુ શું તમે જાણો છો કે પહેલી જ ફિલ્મથી રાતોરાત સ્ટાર બનવાવાળો રાહુલ આજે કઈ હાલતમાં જીવી રહ્યો છે? 29 વર્ષ પહેલા રાહુલ રોયને ‘આશિકી’ ફિલ્મથી સફળતા મળી હતી. આ ફીલ્મના સમયે રાહુલ રોયની ઉંમર 22 વર્ષની હતી. નાની ઉંમરે રાતોરાત મશહૂર થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

Happy Birthday @vipulnarigaraofficial , stay blessed & happy always. #RahulRoy #VipulNarigara #HDBVipulNarigara #birthday #valiantcricketer

A post shared by Rahul Roy (@officialrahulroy) on

રાહુલને આટલી સફળતા બાદ એક બાદ એક ફિલ્મ મળી હતી. પરંતુ આ ફિલ્મ દ્વારા તેને કોઈ સફળતા પ્રાપ્ત થઇ ના હતી. ત્યરબાદ ધીમે-ધીમે ઇન્ડસ્ટ્રીઝમાં ગુમનામી જિંદગી જીવવા લાગ્યા હતા. ફિલ્મ સિવાય રાહુલ રોય ‘બિગ બોસ-1’ માં નજરે આવ્યો હતો. આ શો દરમિયાન તે ચૂપ જ રહ્યા હતા. આખરે તે આ શો જીત્યો હતો. રાહુલે 2017માં ભાજપ જોઈન્ટ કરી લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Rahul Roy (@officialrahulroy) on

હાલ તો રાહુલ રોય મુંબઈમાં જ રહે છે. તેનું ખુદનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. આતલ સમય બાદ રાહુલના લુકમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. ત્યાં સુધી કોઈ હવે જુએ તો ધોકો ખાઈ જાય.

 

View this post on Instagram

 

Back to the future soon 😂😂❤️❤️🙏

A post shared by Rahul Roy (@officialrahulroy) on

વધુમાં રાહુલે લખ્યું હતું કે. હું ખુદ પણ તેની સાથે કામ કરવા ઇચ્છુ છું. જેમ કે હું તેની ખુબસુરત અને ટેલેન્ટેડ બહેન કરિશ્મા કપૂર સાથે કામ કરવા માંગુ છું.ભગવાન તને આશીર્વાદ આપે. તું એક ચમકતું ઉદાહરણ બની રહે.
વકફ્રન્ટની વાત કરવામાં આવે તો કરીના ‘વીરે દી વેડિંગ’ ફિલ્મ બાદ તે જલ્દી જ હિન્દી મીડીયમની રીમેક અંગ્રેજી મીડીયમમાં નજરે આવશે. આ ફિલ્મમાં કરીના ઇમરાન ખાન સાથે મુખ્ય ભૂમિકામાં નજરે આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks