કપિલ શર્મા દીકરી અનાયરા સાથે આ રીતે વિતાવી રહયા છે સમય, વાયરલ થઇ Unseen Photos

0

કપિલ શર્મા હંમેશા તેના કોમેડી શો દ્વારા લોકોને હસાવતા જોવા મળ્યા છે. લોકોને તેમનો મજાક કરવાનો અંદાજ ખૂબ જ પસંદ આવે છે. પરંતુ, આજકાલ લોકડાઉનને કારણે દર્શકોને કપિલ શર્માનો શો જોવા નથી મળી રહ્યો. આવી સ્થિતિમાં લોકો ભલે કપિલની કોમેડી મિસ કરી રહ્યા હોય પરંતુ કપિલ હાલમાં ઘરે ઘણો ‘હેપ્પી ટાઈમ’ વિતાવી રહયા છે અને તેનું કારણ છે તેની દીકરી અનાયરા.

કપિલે જાતે એમ કહ્યું છે કે તે આ લોકડાઉનના દિવસો તેમની દીકરી સાથે વિતાવી રહ્યા છે. એવામાં કપિલની દીકરી સાથેની એક તસ્વીર સામે આવી છે, જે આવતાની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઈ છે.

Image Source

વાયરલ થઇ રહેલી તસ્વીરમાં કપિલ તેની દીકરી અનયારા સાથે જોવા મળી રહ્યો છે. અનાયરા સુતેલી છે અને કપિલ તેની ‘ડેડી ડ્યુટી’ નિભાવતા દેખાઈ રહયા છે. કપિલના હાથમાં એક સ્ટોરી બુક પણ છે. કપિલના ઘણા ફેનપેજે આ તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

જણાવી દઈએ કે તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે નોન કન્ટેન્ટ ઝોનમાં ટીવી અને ફિલ્મોના શૂટિંગને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે માર્ચથી બંધ થયેલી ફિલ્મોનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. જો કે, આ સાથે સરકારે શૂટિંગ માટે જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી છે. કપિલ શર્માના શોનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.

કપિલના શોમાં કાયમી મહેમાન તરીકે જોવા મળતી અર્ચના પૂરણસિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને શૂટિંગ શરૂ કરવાની મંજૂરી આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. અર્ચનાએ મુખ્યમંત્રીને થેંક્યુ કહીને લખ્યું કે આ નિર્ણયથી ઘણા લોકોના ચહેરા પર સ્મિત ફરી આવી જશે.

 

View this post on Instagram

 

A post shared by Archana Puran Singh (@archanapuransingh) on

જણાવી દઈએ કે કપિલ શર્માના લગ્ન ડિસેમ્બર 2018માં થયા હતા અને ડિસેમ્બર 2019માં એ પિતા બની ગયા હતા. પોતાની દીકરીના આવ્યા બાદથી જ કપિલ શૂટિંગ પછી દીકરી સાથે રહેવા માટે ઘણો સમય કાઢી રહયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.