મનોરંજન

દીકરીના જન્મ પછી પહેલીવાર કપિલ શર્માની ફેમિલી ફોટો આવી સામે, જાણો શું છે દીકરીનું નામ

પ્રખ્યાત કોમેડી કિંગ કપિલ શર્મા મહિના પહેલા જ એક દીકરીના પિતા બન્યા છે. કપિલની પત્ની ગિન્ની ચતરથે 10 ડિસેમ્બર 2019ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મથી કપિલ અને તેની પત્ની ખૂબ ખુશ છે.

કપિલ શર્માની દીકરીના જન્મ બાદથી જ તેમના ચાહકો કપિલની દીકરીની એક ઝલક મેળવવા માટે આતુર છે, ત્યારે હવે મહિના બાદ કપિલે તેની દીકરી અને પત્ની ગિન્ની સાથે પહેલી વાર ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. સાથે જ કપિલ શર્માએ પોતાની દીકરીના નામનો પણ ખુલાસો કર્યો છે.

Image Source

કપિલ શર્માએ બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની દીકરીની બે તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરમાં કપિલ શર્મા પોતાની દીકરી ગિન્ની અને દીકરી સાથે જોવા મળી રહયા છે. તસ્વીરમાં દીકરી સાથે કપિલ અને ગિન્ની ખૂબ જ ખુશ દેખાઈ રહયા છે. તસ્વીરમાં દેખાઈ રહ્યું છે કે કપિલની દીકરી પોતાના પિતાને જોઈ રહી છે. જયારે કપિલ અને ગીની હસતા-હસતા પોતાની દીકરીને જોઈ રહયા છે.

બીજી તસ્વીરમાં કપિલની દીકરી એકલી જ દેખાઈ રહી છે. આ તસ્વીર પર અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લાઇક્સ આવી ચુક્યા છે. આ તસ્વીરો શેર કરતાની સાથે જ કપિલે પોતાની દીકરીના નામનો ખુલાસો કર્યો છે. કપિલે લખ્યું છે ‘મળો અમારા જીગરના ટુકડા અનાયરા શર્માને.’ કપિલ શર્માએ પોતાની દીકરીનું નામ અનાયરા શર્મા રાખ્યું છે.

Image Source

કપિલની દીકરી સાથેની આ તસ્વીર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. કપિલ શર્મા બીઝી શિડ્યુલ હોવા છતાં તેની નાની પરી સાથે સમય વિતાવવા માટે સમય કાઢી જ છે છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર કપિલના ફેન કલબે તસ્વીર શેર કરી હતી. જેમાં કપિલ તેની દીકરીને ખોળામાં લઈને દેખાઈ રહયા છે.

Image Source

એક તસ્વીરમાં કપિલ અને તેની દીકરી એકબીજાની આંખોમાં જોતા દેખાઈ રહયા છે. કપિલ શર્માના ચાહકોને તેમની દીકરી સાથેની કપિલની તસ્વીર ખૂબ જ પસંદ આવી રહી છે. તસ્વીર જોતા એમ કહી શકાય કે કપિલની તેની નાની પરી સાથેનું બોન્ડિંગ ખૂબ જ સારું થઇ ગયું છે.

જણાવી દઈએ કે કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018ના રોજ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. આ લગ્નમાં ટીવી, બોલિવૂડ અને પંજાબી ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. કપિલ શર્મા અને પત્ની ગિન્ની ચતરથે નાના મહેમાન માટે અગાઉથી ઘણી તૈયારીઓ કરી લીધી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.