પ્રખ્યાત કોમેડી કિંગ કપિલ શર્મા આજકાલ તેના જીવનના શ્રેષ્ઠ તબક્કામાં છે. 10 ડિસેમ્બરે કપિલના ઘરે નાની મહેમાન આવી છે. કપિલની પત્ની ગિન્ની ચતરથે 10 ડિસેમ્બર 2019ના રોજ પોતાની દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મથી કપિલ અને તેની પત્ની ખૂબ ખુશ છે. સોશિયલ મીડિયા પર કપિલ શર્માની દીકરીની તસ્વીર સામે આવી છે. કપિલે તેને તેના ખોળામાં ઉંચકી રાખી છે.
Adorable Our @KapilSharmaK9 with Baby Girl 👧 😍@KapilSharmaK9 @ChatrathGinni #BabyGirl #TheKapilSharmaShow pic.twitter.com/Z6YsOepUsw
— THE KAPIL SHARMA SHOW™ (@TKSS2_FC) January 14, 2020
કપિલ શર્મા બીઝી શિડ્યુલ હોવા છતાં તેની નાની પરી સાથે સમય વિતાવવા માટે સમય કાઢી જ છે છે. ત્યારે હવે કપિલની તેની નાની પરી સાથેની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં તેમની દીકરી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
તસ્વીરોમાં કપિલ તેની દીકરીને ખોળામાં લઈને દેખાઈ રહયા છે. એક તસ્વીરમાં કપિલ અને તેની દીકરી એકબીજાની આંખોમાં જોતા દેખાઈ રહયા છે. કપિલ શર્માના ચાહકોને તેમની દીકરી સાથેની કપિલની તસ્વીર ખૂબ જ પસંદ આવી રહી છે. તસ્વીર જોતા એમ કહી શકાય કે કપિલની તેની નાની પરી સાથેનું બોન્ડિંગ ખૂબ જ સારું થઇ ગયું છે.

જણાવી દઈએ કે કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018ના રોજ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. આ લગ્નમાં ટીવી, બોલિવૂડ અને પંજાબી ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. કપિલ શર્મા અને પત્ની ગિન્ની ચતરથે નાના મહેમાન માટે અગાઉથી ઘણી તૈયારીઓ કરી લીધી હતી.
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો કપિલ શર્મા ટીવીનો સૌથી લોકપ્રિય શો ‘ધ કપિલ શર્મા શો’ હોસ્ટ કરે છે. તેના શોની ટીઆરપી ઘણી ઊંચી આવી ગઈ છે. તેના શોમાં દર અઠવાડિયે એક નવા મહેમાનની એન્ટ્રી થાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.