ખેલ જગત દિલધડક સ્ટોરી મનોરંજન

ક્યારેક બોલિવુડની આ એક્ટ્રેસના પ્રેમમાં હતા, કપિલ દેવ! જાણો કોણ હતી આ અભિનેત્રી અને કેમ થયું બ્રેકઅપ?

હરિયાણાના હરિકેન તરીકે જાણીતા કપિલ દેવ ભારતના ખૂબ જ સફળ ક્રિકેટર અને કેપ્ટન રહ્યાં છે. તેમના નેતૃત્વ હેઠળ ભારતે 1983માં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલ દેવના જીવન પર એક ફિલ્મ પણ બની રહી છે, જેમાં ખાસ કરીને 1983માં જીતેલા વર્લ્ડકપની સાથે કપિલ દેવનું જીવન બતાવવામાં આવશે.

Image Source

કપિલ દેવ ટીમ ઈન્ડિયાના ખૂબ જ પ્રખ્યાત ક્રિકેટર રહ્યા છે અને બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પણ તેમના પર ફીદા હતી. પરંતુ કપિલ દેવ બધાથી હંમેશા દૂર જ રહેતા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે 80ના દાયકામાં કપિલ દેવનું અફેર સારિકા સાથે હતું.

કપિલ દેવ પહેલી વખત સારિકાને એક બોલિવૂડની પાર્ટીમાં મુલાકાત થઇ હતી. કપિલના જીવનમાં સારિકાની એન્ટ્રી ત્યારે થઈ ત્યારે કપિલ દેવ રોમી દેવના પ્રેમમાં હતા. એવું કહેવામાં આવે છે કે જ્યારે કપિલ અને રોમી વચ્ચે અણબનાવ હતો ત્યારે સારિકાએ કપિલદેવના તૂટેલા હૃદયને ટેકો આપ્યો હતો.

Image Source

સારિકા અને કપિલ દેવ વચ્ચેના અફેર થોડો સમય ચાલ્યું હતું. સારિકા કપિલ દેવને મળવા માટે એક વખત ચંદીગઢ પહોંચી ગઇ હતી. સારિકા અને કપિલ દેવની જોડી બને તે પહેલા રોમિ ભાટિયાએ તેમનો પ્રેમ પાછો મેળવી લીધો.

રોમિએ ગુસ્સે ભરાયેલા કપિલને મનાવીને સારિકા અને કપિલના સબંધને ત્યા જ પૂર્ણ કરી લીધો હતો. કપિલ અને સારિકાએ ક્યારેય ખુલ્લેઆમ પોતાના સંબંધોની કબૂલાત કરી ન હતી, પરંતુ જ્યારે પણ બંને એક સાથે દેખાયા ત્યારે ચર્ચાઓનું બજાર ગરમ હતું. કપિલ દેવ બાદ સારીકાનું નામ પણ કમલ હાસન સાથે સંકળાયેલું હતું. જ્યારે સારિકા અને કપિલના સંબંધો બરાબર ન ચાલ્યા ત્યારે તે કમલ હાસનની નજીક બની ગઈ.

Image Source

1975માં સારિકાએ ફિલ્મ ગીત ગાતા ચાલ સાથે બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરુ કરી હતી. આ ફિલ્મની સાથે તે રાતોરાત સ્ટાર બની હતી. આ દરમિયાન સારિકાએ ગૃહપ્રવેશ, વિધાતા, રઝિયા સુલતાન, સટ્ટે પે સત્તા સહિત અનેક ફિલ્મોમાં સારિકાએ કામ કર્યું હતું.

સારિકા તે સમયે બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી માનવામાં આવતી હતી. ફિલ્મ નિર્વાણમાં તેણીનો બોલ્ડ સીને ઘણી કોન્ટ્રોવસી કરી હતી. સારિકાની માતા તેનાથી ખૂબ જ નારાજ થઇ હતી, અને સારિકાએ ઘર છોડી દીધું હતું.

Image Source

ધીરે ધીરે સારિકાને હિરોઇનની ભૂમિકા મળવાનું બંધ થઈ ગયું. જીવનનિર્વાહ માટે તેમણે બી ગ્રેડ ફિલ્મોમાં કરવાનું શરૂ કર્યું. તેની કારકીર્દિ નાની ભૂમિકાઓ અને નકારાત્મક ભૂમિકાઓ સાથે સમાપ્ત થઈ. તે જ્યારે તેની કારકીર્દિમાં પડતી થઇ રહી હતી ત્યારે તે કમલ હસન સાથે મુલાકાત થઇ. કમલ હાસને તેની પત્ની વાણી ગણપતિને છૂટાછેડા આપ્યા અને સારિકા સાથે રહેવા લાગ્યા. આજે સારિકા અને કપિલ દેવ પોતાના જીવનમાં ખુશ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.