કંઝાવાલા હિટ એન્ડ રન કેસ : શું છોકરી સાથે થયુ છે દુષ્કર્મ ? ગુપ્ત ભાગે ઇજાના નિશાન? પોસ્ટમોર્ટમ રીપોર્ટ સામે આવ્યો

દિલ્હીના કંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં અત્યાર સુધી ઘણી અપડેટ્સ સામે આવી ચૂકી છે. આ કેસમાં પોલિસ સબૂત એકઠા કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આ વચ્ચે મીડિયા રીપોર્ટ્સ અનુસાર, છોકરીનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ સામે આવ્યો છે, જેમાં છોકરીના પ્રાઇવેટ પાર્ટમાં કોઇ ઇજાના નિશાન નથી અને તેનું દુષ્કર્મ થયુ નથી તેવી પુષ્ટિ થઇ છે. જો કે, આ શરૂઆતી રીપોર્ટ છે. છોકરીનું પોસ્ટમોર્ટમ ત્રણ ડોક્ટરોની પેનલે કર્યુ હતુ. એવું કહેવામાં આવી રહ્યુ છે કે છોકરીના વિસરાને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ વચ્ચે એ વાત સામે આવી છે કે શરૂઆતી ઓટોપ્સી રીપોર્ટમાં છોકરી સાથે દુષ્કર્મની પુષ્ટિ થઇ નથી.

પોસ્ટમોર્ટમમાં એ સામે આવ્યુ છે કે છોકરીના પૂરા શરીર પર ઇજાના નિશાન છે.આ કેસમાં હાલમાં એ સામે આવ્યુ હતુ કે, મૃતક યુવતી સાથે સ્કૂટી પર તેની બહેનપણી પણ હતી અને ટક્કર પછી મૃતક યુવતી કાર નીચે ફસાઈ ગઈ અને તેને 12KM સુધી ઢસડવામાં આવી તે બાદ સ્કૂટી પર બેઠેલી બીજી યુવતી ફરાર થઈ ગઈ હતી, તેને પણ નાની-મોટી ઈજા થઇ હોવાનું સામે આવ્યુ છે. પોલિસ આ મામલે બધા એંગલથી તપાસ કરી રહી છે.

પોલીસે રોહિણી વિસ્તારની એક હોટલની સામે લાગેલા CCTV ફૂટેજ તપાસ્યા હતા અને ત્યારે મૃતક યુવતિની સ્કૂટી પાછળ એક છોકરી બેઠેલી જોવા મળી હતી. CCTV ફુટેજમાં મૃતક તેની ફ્રેન્ડ સાથે વાતચીત કરતી પણ જોવા મળે છે, જે બાદ બંને સ્કૂટી પર નીકળી જાય છે. ત્યારે હોટલના એક કર્મચારીએ આ મામલે જણાવ્યું કે યુવતીની સાથે તેની બહેનપણી હતી અને બંનેએ ડોક્યુમેન્ટ આપીને રૂમ બુક કરાવ્યો હતો. કેટલાક છોકરાઓ પણ આવ્યા અને તેમણે પણ અલગ રૂમ બુક કરાવ્યો.

આ પછી તે યુવકો છોકરીઓના રૂમમાં ગયા અને લગભગ 5 મિનિટ સુધી ત્યાં રહ્યા. રૂમમાંથી ઝઘડાનો અવાજ આવતો હતો અને તેઓ એકબીજાને ગાળો પણ આપતા હતા. હોટલના મેનેજરે આ દરમિયાન તેમણે કહ્યું પણ હતું કે ઝઘડો ન કરો. જે બાજ બંને યુવતીએ ઝઘડવાનું બંધ કર્યું અને હોટલની બહાર લાંબા સમય સુધી મારપીટ કરી. જણાવી દઇએ કે, 31 ડિસેમ્બરે રાત્રે 2 વાગ્યા આસપાસ મૃતક યુવતીને કારમાં સવાર પાંચ યુવકે ટક્કર મારી અને પછી તેઓ કાર લઇ ફરાર થઇ રહ્યા હતા

ત્યારે છોકરી કારની નીચે ફસાઈ ગઈ અને 12 કિમી સુધી ઢસડાતી રહી. જેને કારણે તેના શરીર પરના કપડા પણ બધા ફાટી ગયા હતા અને તેના શરીરમાં લોહીનું ટીપુ પણ રહ્યુ નહોતુ. આ મામલે પાંચેય યુવકની ધરપકડ કરવામાં આવી છે અને તેમના બ્લડ સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. કારણ કે તેનાથી એ જાણી શકાશે કે તેઓ નશામાં હતા કે નહીં. ઉલ્લેખનીય છે કે, આ બધા વચ્ચે મૃતકના અંતિમસંસ્કાર મંગળવારે એટલે કે આજે થાય તેવી શક્યતા છે.

Shah Jina