જ્યોતિષ શાસ્ત્ર

કળયુગમાં આ 6 વસ્તુઓ હશે તમારી પાસે તો તમે ભાગ્યશાળી બની જશો

મહાભારતના દરેક પાત્રોની એક અલગ જ ખાસિયત હતી. કોઈની જોડે મગજ હતું, તો કોઈને પાસે 10 હજાર હથિયારો હતા, તો કોઈની પાસે કૂટનીતિ, તો કોઈની પાસે વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન હતું. આ બધા પાત્રોમાં એક એવા પણ વ્યક્તિ છે જેની બુદ્ધિની આપણે આજે પૂજા કરીએ છે. એ છે મહાત્મા વિદુર. તેમને વેદોઅને શસ્ત્રોનું પૂરું જ્ઞાન હતું. વિદુરના કહેવા પ્રમાણે 6 વસ્તુ વ્યક્તિ પાસે હોવી જોઈએ. આ છ વસ્તુ મેળવનાર વ્યક્તિજ ભાગ્યશાળી બની શકે છે.

ચાલો જાણીએ કઈ છે છ વસ્તુઓ:

1. જ્ઞાન:

Image Source

શાસ્ત્રોમાં  આ વાતનો ઉચ્ચાર કરવામાં આવ્યો છે કે જ્ઞાન જ વ્યક્તિનું ધન છે. જીવનમાં જ્ઞાન જ એવું ધન છે જેને કોઈ ચોરી નથી શકતું કે કોઈ વહેંચી નથી શકતું. કોઈ પણ વ્યક્તિનું જ્ઞાન એક ગુપ્ત હથિયારની જેમ એવું હોવું જોઈએ કે જે તેને કઠિનથી કઠિન પરિસ્થતિમાં તેને કામ આવે. હાલમાં જ્ઞાન જ વ્યક્તિની આવકનું સાથી મહત્વનું સાધન છે.

2. આવકના સાધનો:

Image Source

હાલના સમયમાં વ્યક્તિને પોતાની જરૂરિયાતો પુરા કરવા માટે આવકના સાધનો વિશે વિચારવું પડે છે. જે વ્યક્તિ પાસે આવકના સાધનો નથી હોતા તેમના જ જીવનમાં તકલીફો આવે છે અને તેમનું જીવન દુર્ભાગ્યશાળી બની જાય છે. જો વ્યક્તિની આવક ન હોય તો તેમને જીવન જીવવા માટે બીજા વ્યક્તિની સામે હાથ ફેલાવો પડે છે. કયારેક ક્યારેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પુરી કરવા માટે ખોટા રસ્તાનું ચયન કરે છે અને છલ્લે તે વ્યક્તિને પછતાવા શિવાય તેને જીવનમાં બીજું કઈ બાકી નથી રહેતું. માટે જે વ્યક્તિ પાસે આવકના સાધનો છે તે વ્યક્તિ ભાગ્યશાળી કહેવાય છે.

3. મધુર વાળી:

Image Source

વિદુર નીતિ મુજબ અને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વાણીમાં માતા સરસ્વતીનો વશ હોય છે. તેથી જે વ્યક્તિ મીઠું બોલે છે તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે. જે વ્યક્તિ કટુ વચન અથવા ખરાબ બોલે છે તો તેનું વર્તન પણ ખરાબ જ બની જાય છે. મીઠું બોલનાર વ્યક્તિ ખરાબ વ્યક્તિને પણ સુધારી શકે છે. વિદુર અનુસાર જે વ્યક્તિ મીઠું બોલે છે. ભાગ્ય પણ એનો જ સાથ આપે છે.

4. સ્વસ્થ શરીર:

Image Source

બીમાર વ્યક્તિની માનસિક અને શારીરિક શક્તિ ઘટી જાય છે. રોગ મનુષ્યના શરીરને અંદરથી બરબાદ કરી નાખે છે. બીમાર વ્યક્તિ પોતાના કામ ધ્યાન આપી શકતો નથી તેનું ધ્યાન બીમારી તરફ જ હોય છે. જે વ્યક્તિ નિરોગી છે તે વ્યક્તિ ભાગ્યશાળી છે. દુનિયાના બધાજ સુખને માણી શકો છો જો તમારું શરીર તંદુરસ્ત હશે તો.

5. સારા વ્યવહારવાળી મહિલા:

Image Source

કહેવામાં આવ્યું છે કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે. એક સ્ત્રી ઈચ્છે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે. સારા સ્વભાવ અને સારા સંસ્કરવાળી મહિલા ઘરનું વાતાવર સારું રાખે છે, જેથી પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહે. તેથી કહેવાય છે કે જે પુરુષ પાસે સર્વગુણ સંપન્ન મહિલા હોય તે વ્યક્તિ ભાગ્યશાળી ગણાય છે. આ ગુણો ધરાવથી મહિલા પોતાના પરિવારને સાથે લઈને ચાલે છે. તે કોઈ પણ તકલીફમાં પાછળ નથી પડતી.

6. આજ્ઞાકારી બાળકો:

Image Source

દરેક દંપતી એવું ઈચ્છે કે તેમનું બાળક પોતાના કુળનું નામ રોશન કરે અને આજ્ઞાનું પાલન કરે છે. વિદુરે સારા પુત્રને સુગાંધી ફૂલ સાથે સરખાવ્યો છે કે એક સુગંધી ફૂલ પોતાની મહેકથી પુરા બગીચાને મહેકાવી શકે છે. આમે જો બાળક આજ્ઞાકારી ન હોય તો પુરા કુળનું નાશ કરે છે. તેથી તે વ્યક્તિ ભાગ્યશાળી ગણવામાં આવે છે.