મનોરંજન

લગ્ન પહેલા મા બનવા જઇ રહી છે આ રૂપસુંદરી અભિનેત્રી, સિઝેરિયન નહીં પરંતુ નવી રીતે પેદા કરવા માંગે છે પોતાનું બાળક

બૉલીવુડ અભિનેત્રી અને નિર્દેશક અનુરાગ કશ્યપની પૂર્વ પત્નિ કલ્કિ કોચલીન ગર્ભવતી છે. આ વાતનો ખુલાસો કલ્કિ એ જ કર્યો છે કે તે અમુક જ મહિનામાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે. જણાવી દઈએ કે કલ્કિ આગળના પાંચ મહિનાથી ગર્ભવતી છે.

કલ્કિએ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સાથે વર્ષ 2011 માં લગ્ન કર્યા હતા, જેના પછી વર્ષ 2013 માં બંન્ને અલગ થઇ ગયા હતા અને 2015 માં બંન્નેએ છૂટાછેડા લીધા હતા. જો કે તેના છતાં પણ અનુરાગ અને કલ્કિ આજે પણ સારા એવા મિત્રો છે,બંન્ને મોટાભાગે પાર્ટી કે ઇવેન્ટમાં એકબીજા સાથે જોવા મળે છે. એવામાં તમને જણાવીશું કે આખરે કોણ છે કલ્કિના થનાર બાળકના પિતા!

Image Source

કલ્કિનું નામ હવે તે અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ થઇ ગયું છે જેણે લગ્ન પહેલા જ ફેમિલી પ્લાનિંગ કરવાનો નિર્ણય લીધો છે. કલ્કિએ પોતાના બાળકના જન્મ પર ઈચ્છા જણાવી કે તે ગોવામાં એક સ્થાનીય નેચરોથેરાપી બર્થ સેન્ટર માં વોટર બર્થ(પાણીમાં જન્મ) પર પોતાના બાળકને જન્મ આપવા વિશે વિચાર કરી રહી છે.

કલ્કિનું માનવું છે કે આજના સમયમાં હોસ્પિટલથી દૂર માં બનવાના સુખનો અનુભવ કરવાનો આ એક શાનદાર તરીકો છે. આ સિવાય કલ્કિ પોતે પણ વોટર બર્થ દ્વારા જન્મી હતી જેને લીધે તેને આ યુપાય એકદમ સુરક્ષિત લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

Kaun hun main? Main kaun hun? #BHRAM @zee5premium #ZEE5 Photo by @vikas_photoholic

A post shared by Kalki (@kalkikanmani) on

એક ઇન્ટરવ્યૂમાં કલ્કિએ જણાવ્યું કે ગર્ભાવસ્થાના દરમિયાન તે કામ કરશે પણ ધીમી ગતિમાં. આ સિવાય તેણે પોતાના જીવનમાં આવેલા બદલાવ પર વાત કરી હતી. કલ્કિએ જણાવ્યું કે,”મને અત્યારથી જ મારામાં બદલાવનો અનુભવ થઇ રહ્યો છે. હું પહેલા કરતા વધારે સુસ્ત અને પેશેન્ટ થઇ ગયું છે. જ્યારે તમારી અંદર માતૃત્વ આવી જાય છે તો તમારી અંદર ઘણા બદલાવ થઈ જાય છે”.

જણાવી દઈએ કે કલ્કિ પોતાના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ Guy Hershberg ના બાળકની માં બનવાની છે. બંન્ને ઘણા સમયથી એકબીજાના રિલેશનમાં છે. ગાય હર્શબર્ગ ઈઝરાયલમાં એક ક્લાસિક પિયાનિસ્ટ છે. અમુક સમય પહેલા જ બંન્નેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી.

 

View this post on Instagram

 

It’s always a Sunday when I’m with my favourite caveman🥰

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ કહ્યું કે હાલ તે પોતાનો સમય બોયફ્રેન્ડનું મ્યુઝિક સાંભળીને, તેની સાથે ચાલવા જઈને અને યોગા કરીને વિતાવે છે. કલ્કિએ મોબાઈલનો ઉપીયોગ કરવાનું પણ ઓછું કરી દીધુ છે. 35 વર્ષની કલ્કિ અને તેનો બોયફ્રેન્ડ લગ્ન પહેલા જ માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

Guy, girl and sushi mania

A post shared by Kalki (@kalkikanmani) on

તાજેતરમાં જ કલ્કિ સેક્રેડ ગેમ્સમાં જોવા મળી હતી. આ સિવાય કલ્કિએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘યે જવાની હૈં દીવાની’ માં તેના કિરદારને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.