બોલીવુડમાં 90ના દશકને ખુબ જ ખરાબ માનવામાં આવતું હતું, તેનું કારણ હતું તે સમયે બનનારી ફિલ્મો. પણ માત્ર આટલું જ નહીં, તે સમયના ફોટોશૂટ પણ એટલા વિચિત્ર હતા કે તમે વિચારી પણ ન શકો. એવી જ અમુક તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેને જોઈને તમે હસી હસીને લોટપોટ થઇ જાશો.
1. શક્તિ કપૂરના આવા અંદાજમાં તમે ક્યારેય નહિ જોયા હોય, એનિમલ પ્રિન્ટ્સ પહેરીને જે રીતે શક્તિ કપૂર પોતાના પાતળા લાંબા પગ દેખાડી રહયા છે, દરેક છોકરીને તેમની અદેખાઈ આવી રહી હશે.

2. ખિલાડી અક્ષય કુમારને કદાચ એવું લાગી રહ્યું છે કે તે સેક્સી દેખાય છે, પણ ભાઈ આતો સેક્સી નહિ સ્કેરી (ડરાવનું) દેખાઈ રહ્યું છે.

3. સુનિલ શેટ્ટીને આવા અંદાજમાં જોવાની ઉમ્મીદ ન હતી. ભાઈ આટલા મોટા થઈને પણ તમે સોફ્ટ ટોય્સથી રમો છો? સાચે જ!

4. ફિલ્મફેરના કવર પર સોનાથી ઢંકાયેલી રેખા સુંદર તો દેખાય છે, પણ આટલું સોનુ હોવા અમીર નથી દેખાતા.

5. ગોવિંદા અને જુહી ચાવલા આ ગિફ્ટ પેક કરવાના કાગળો અને ખાવાનું પેક કરવાની ફોઈલ લપેટીને કહેવા શું માંગે છે? તમને સમજ પડે તો મને પણ કહેજો.

6. અનિલ કપૂર, આજે પણ આવા જ દેખાય છે, પણ પહેલી નજરે લાગ્યું કે તેમને સૂટ પહેરીને બો ટાઈ લગાવી છે પછી ધ્યાનથી જોયું તો ખબર પડી કે આ તો તેમના શરીર પરના વાળ છે.

7. અમૃતા સિંહ અને કરિશ્મા કપૂર એકબીજાને ટક્કર તો સારી આપી રહયા છે, પણ લાગે છે કે આ માટે તેમને શહેરની બધી જ દાગીનાની દુકાન ખરીદી લીધી હોય!

8. આ જોઈને માધુરી દીક્ષિતના સુંદર દેખાવાનું રાઝ તો ખબર પડી ગઈ કે તે સલાડ ખાય છે, પણ સમજાતું નથી કે આ ડ્રેસ પહેરી કે ખાઉં?

9. મિથુન ચક્રવર્તી સફેદ ચાદર લપેટીને આ તસ્વીરમાં કહેવા શું માંગે છે? ઇજિપ્તની ફેશન થોડી વધારે પડતી જ નથી થઇ ગઈ?

10. કોઈ પંજાબણ પણ લગ્નમાં આટલા લાલ અને આટલા ભપકા કપડા પહેરીને તો નહિ જ જતી હોય.

11. ગોવિંદાની આ તસ્વીર જોઈને લાગે કે તેમનો આ શર્ટ ડિઝાઇન કરવાવાળો આંધળો હતો કે પછી તેને ગોવિંદા પ્રત્યે નફરત હતી!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks