મનોરંજન

કાજોલ પુત્રી ન્યાસા સાથે સિંગાપોરમાં રહેશે, બહાર આવ્યું તેનું કારણ

આગામી કેટલાક મહિનાઓ માટે મુંબઇમાં પુત્ર સાથે અજય દેવગન અને પુત્રી સાથે કાજોલ સિંગાપોરમાં રહેશે, આ કારણ છે

અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા અવારનવાર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. તેની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે સમાચાર મળી રહ્યા છે કે કાજોલ થોડા સમય માટે પુત્રી ન્યાસા સાથે સિંગાપોરમાં રોકાશે. તે જ સમયે, અજય દેવગન પુત્ર યુગ સાથે મુંબઇમાં રહેશે.

અહેવાલો અનુસાર, ન્યાસા સિંગાપોરની યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયામાં અભ્યાસ કરે છે. કાજોલ અને અજય દેવગન ન્યાસાના અભ્યાસને અસર થાય તેવું ઇચ્છતા નથી. ઉપરાંત તેઓ કોરોના રોગચાળાની વચ્ચે ન્યાસાને વાંચવા માટે સિંગાપોરમાં એકલા રહેવા દેવા માંગતા નથી, તેથી હવે કાજોલ ન્યાસા સાથે ન્યુયોર્કમાં રહેશે.

કાજોલ પુત્રી ન્યાસા સાથે ત્યાં થોડા મહિના વિતાવશે. આ માટે અજય દેવગને સિંગાપોરમાં એક એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું છે જેથી કાજોલ અને ન્યાસાને રહેવામાં કોઈ તકલીફ ન પડે.

બીજી તરફ, અજય દેવગણ પુત્ર યુગ સાથે મુંબઇમાં સમય વિતાવશે. આ સાથે તે પોતાનું કામ પણ કરશે. રિપોર્ટ અનુસાર અજય દેવગન 2 સ્ક્રિપ્ટો પર કામ કરી રહ્યો છે. આ સિવાય તે તેની આગામી ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન કામમાં વ્યસ્ત છે. અજય દેવગન છેલ્લે ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આઆ ફિલ્મમાં તેને કાજોલ કામ કર્યું હતું. આ ફિલ્મમાં સૈફ અલી ખાને  વિલનની ભૂમિકા ભજવી હતી. અજય દેવગણના આગામી પ્રોજેક્ટ્સમાં મેદાન, કૈથી રિમેક, ગોલમાલ 5, ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા જેવી ફિલ્મ્સ શામેલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.