કૌશલ બારડ મનોરંજન લેખકની કલમે

રામાયણનો આ સીન ભજવ્યા બાદ ‘કૈકેયી’ કલાકો સુધી રડી હતી, રામાનંદ સાગર પણ ભાવૂક થયા!

રામાનંદ સાગરની એપિક ‘રામાયણ’ સીરિયલ જોનાર દર્શકોની આંખ ભીની થયા વગર રહેતી નથી. મહાકાવ્ય રામાયણમાં બનતી અમુક ઘટનાઓ કરૂણતાની ચરમસીમા જેવી છે. રઘુવંશ પર પડતાં દુ:ખો અને સર્જાતી વિષમ વિડંબનાઓને કલાકારોએ ટેલિવિઝન પડદા પર આબાદ રજૂ કરી છે.

રામાયણમાં કૈકેયીનો રોલ પદ્મા ખન્નાએ કર્યો છે. કૈકેયી તરીકે પદ્મા ખાન્નનું કાસ્ટિંગ એટલું જડબેસલાક થયેલું કે રામાયણમાં કામ કર્યા પછી લોકો તેને કૈકેયી તરીકે જ ઓળખવા માંડ્યા હતા! પદ્મા ખન્નાએ વર્ષો અગાઉના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, કે રામાયણમાં ‘કોપભવન’નું શૂટિંગ તેમના માટે બહુ ઇમોશનલ હતું.

Image Source

દેવતાઓને યુદ્ધમાં સહાયતા કરવા ગયેલા રાજા દશરથને કૈકેયી જાનના જોખમે બચાવે છે. રાણીની આ વીર ભાવનાથી પ્રસન્ન થઈ રાજા તેમને કોઈપણ બે વરદાન માગવાનું કહે છે. જો કે, કૈકેયી તે સમયે તો વરદાન માગતી નથી પણ જ્યારે રામનો રાજ્યાભિષેક થવાને આડે એક દિવસની વાર હોય છે ત્યારે તે રિસાવીને ‘કોપભવન’માં ચાલી જાર છે અને દશરથ પાસે બે વરદાન માંગે છે : ભરતને ગાદી અને રામને ૧૪ વર્ષનો વનવાસ!

કોપભવનનો આ સીન રામાયણના કરૂણ પ્રસંગોમાંનો એક છે. કૈકેયી રિસાઈને મહેલમાં ભોંયપથારી કરી સૂઈ જાય છે. રાજા દશરથ તેની પાસે હાથ જોડીને કરગરે છે, કે કૈકેયી ભરત ભલે ગાદીએ આવે પણ રામને વનવાસનું ના કહે! એટલી તો કૃપા કર! પણ કૈકેયી એકની બે થતી નથી. અયોધ્યાનો-ભારતવર્ષનો રાજવી કૈકેયી સામે બાળકની જેમ કરગરે છે એ પ્રસંગનો વિચાર પણ આંખમાં પાણી લાવી દે છે તો એ સીનનું શૂટિંગ કરતી વખતે કેવી પરિસ્થિતી ઊભી થઈ હોય!

પદ્મા ખન્ના આ સીનનું શૂટિંગ પૂરું થયા બાદ રીતસર ધ્રૂસકે રોઈ પડી હતી. કેટલાય સમય સુધી તે રડતી રહેલી. રામાયણના સેટ પર આ વખતે ગમગીન વાતાવરણ છવાઈ ગયેલું. હરકોઈ ભાવૂક બની ગયેલું. એટલે સુધી કે સીરિયલના ડાયરેક્ટર રામાનંદ સાગરની આંખો પણ ભીની થઈ ગઈ હતી!

Image Source

ઉલ્લેખનીય છે, કે પદ્મા ખન્ના હાલ અમેરિકામાં ‘ઇન્ડિયાનિકા’ નામની ડાન્સ એકેડેમી ચલાવે છે, જેમાં તે કથક જેવાં શાસ્ત્રીય નૃત્યોની તાલીમ આપે છે. પદ્મા બાળપણથી જ કથકમાં પારંગત છે. ફિલ્મ નિર્દેશક જગદીશ સિડાના સાથે તેમણે લગ્ન કરેલાં. હાલ જગદીશ તો આ દુનિયામાં રહ્યા નથી. પદ્માને બે સંતાનો છે.

ભોજપુરીથી લઈને અલગ-અલગ ભાષાઓની લગભગ ૪૦૦ જેટલી ફિલ્મોમાં પદ્મા ખન્નાએ નાના-મોટા રોલ કર્યા છે, જેમાં વધારે પડતા ડાન્સને લગતા છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સૌદાગર’માં પણ તે જોવા મળી હતી. લગ્ન બાદ તેમણે ફિલ્મોને અલવિદા કહી દીધી.

આર્ટિકલ પસંદ પડ્યો હોય અને વાંચવા જેવો લાગ્યો હોય તો આપના મિત્રોને પણ લીંક શેર કરજો, ધન્યવાદ!

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.