હેલ્થ

કાશ્મીરી યુવતીઓની સુંદરતાની પાછળ છુપાયેલા છે ઘણા સીક્રેટ્સ, તમે પણ જાણી લો…

ધરતીનું સ્વર્ગ એટલે કે કાશ્મીરમાં રહેતી યુવતીઓ આટલી બધી મોહિત કેમ હોય છે? જાણો રહસ્ય

કહેવામાં આવે છે કે ધરતી પર જ સ્વર્ગ છે અને તે છે કાશ્મીર. કાશ્મીરની સુંદર વાદીઓ લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. ત્યાની સુંદરતા અને બર્ફનાં પહાડ શરૂઆતથી જ પર્યટકો માટે ખુબ જ ફેમસ રહ્યા છે.

યુવકો હોય છે મોહિત:કાશ્મીરની દરેક વાત અન્ય કરતા ખુબ જ નિરાલી છે, જેમાં અહી રહેનારી યુવતીઓની સુંદરતા પણ શામિલ છે. કહેવામાં આવે છે કે કાશ્મીરની યુવતીઓની સુંદરતાને જોઈ લેતા હર કોઈ તેના પર મોહિત થઇ જાય છે.

Image Source

બ્યુટી સીક્રેટ્સ:એમાં  કોઈ શક નથી કે કાશ્મીરી યુવતીઓની સુંદરતા પ્રકૃતિની દેન છે. જો કે તેના બ્યુટી સીક્રેટ્સ પણ ઘણા એવા છે જેને જાણીને તમે પણ ચેહરાને બેદાગ અને સુંદર બનાવી શકો છો.

Image Source

યુવતીઓની સુંદરતા:કાશ્મીરી યુવતીઓની સુંદરતા કોઇથી છુપાયેલી નથી. આજે અમે તેઓની બ્યુટી ટીપ્સ જણાવીશું, જેને ફોલો કરીને તમે પણ તમારી ત્વચા નિખારી શકો છો. કલાઈમેટ:કાશ્મીરી યુવતીઓ ખુબ જ ગોરી હોય છે, તેઓની સ્કીન બેદાગ હોય છે જે દરેકનું આકર્ષણ બને છે. અહીની યુવતીઓની સુંદરતાનું એક કારણ એ પણ છે કે અહીંની આબોહવાનું ખુબ જ યોગદાન છે. અહીનો મોસમ પુરા વર્ષ ખુબ જ સુહાનો રહે છે. કાશ્મીરની આબોહવા ઠંડી રહે છે, જેને લીધે અહીના લોકોનો રંગ અન્ય કરતા વધુ ગોરો હોય છે.

Image Source

કેસર:કાશ્મીરમાં કેસરનું ઉત્પાદન થાય છે સાથે જ અહી સારી ક્વોલેટીનું કેસર મળી આવે છે. સ્પેન બાદ કાશ્મીરમાં કેસર સારી ગુણવતા વાળું મળી આવે છે. કેસર ત્વચાને નિખારે છે અને રંગતમાં પણ સુધાર લાવે છે. અહીની યુવતીઓ કેસરમાં ચંદન પાઉડર અને દૂધ મિલાવીને પેસ્ટ ચેહરા પર લગાવે છે.

અખરોટ:અખરોટમાં ઘણા પ્રકારના ફેટી એસીડ્સ મળી આવે છે, જે વ્યક્તિને સારા સ્વાસ્થ્યની સાથે સાથે ચેહરાની સુંદરતા બનાવામાં ખુબ જ મદદગાર છે. અહી અધિક માત્રામાં અખરોટનું ઉત્પાદન થાય છે. અખરોટનો ઉપીયોગ અહીના લોકો ખાવા પીવાની ચીજોમાં કરે છે. યુવતીઓ અખરોટના તેલનો ઉપયોગ પોતાના વાળની સુંદરતા વધારવા માટે કરે છે.

Image Source

બદામ:બેદાગ ચેહરા માટે 5 થી 7 બદામને રાતે પલાળીને રાખો. સવારે બદામમાં દૂધ ઉમેરીને તેની પેસ્ટ ચેહરા પર લાગાવાથી ચેહરો નિખરે છે.અથવા તો તેને સ્ક્ર્બની જેમ પણ ઉપયોગ કરી શકાય છે. મિલ્ક ક્રીમ:કાશ્મીરમાં વધુ ઠંડીને લીધે ત્વચા ખુબ જ રૂખી બની જાય છે. રૂખી ત્વચાથી બચવા માટે યુવતીઓ મિલ્ક ક્રીમ કે મલાઈનો ઉપયોગ ચેહરા પર લગાવવા માટે કરે છે.