ખબર

બધાનું ભાગ્ય બતાવનારા જ્યોતિષની KBC-11 માં ખુલી પોલ, 3 લાઇફલાઇન રહેતા 10,000 પર બહાર

‘કૌન બનેગા કરોડપતિ-11’ માં એક એપિસોડમાં એક જ્યોતિષની સાથે એવું થયું કે તે લોકોની આંખો ખોલી શકે તેમ છે. 21 મી સદીમાં હોવા છતાં પણ ઘણા લોકો જ્યોતિષોમાં માને છે અને પોતાનું ભાગ્ય જાણવા માટે આવા જ્યોતિષો પાસે પહોંચી જાય છે.

Image Source

પણ શો માં જ્યારે એક જ્યોતિષને પોતાનાજ ભાગ્યનો નિર્ણય કરવાનો થયો તો, તેમણે કંઈક એવું કર્યું કે તેનાથી જ્યોતિષ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી શકે છે અને લોકો માનવા લાગશે કે જ્યોતિષી માત્ર એક અંધશ્રદ્ધાથી વધારે કઈ જ નથી.

Image Source

એપિસોડમાં અમિતાભની સામે હોટ સીટ પર પંડિત હરિઓમ શર્મા પહેલા જ સવાલ પર શો થી બહાર થઇ ગયા હતા. તેની પાસે લાઈફ લાઇન યથાવત જ હતી પણ તેનો ઉપીયોગ ન કરાણે બદલે સવાલનો ખોટો જવાબ આપી દીધો હતો, જેને લીધે તે પહેલી જ વારમાં આઉટ થઇ ગયા હતા.

Image Source

કંઈક આવો હતો સવાલ:

20 જુલાઈના રોજ માનવ ઇતિહાસની કઈ ઘટનાની 50 મી વર્ષગાંઠ ઉજવામાં આવી? તેનો ખોટો જવાબ આપીને હરિઓમ શો થી આઉટ થઇ ગયા હતા.

Image Source

તેની પહેલા અમિતાભજીએ પૂછ્યું કે,”અમે સાંભળ્યું છે કે ધર્મ અને વેદ શિક્ષા પ્રાપ્ત કરવા છતાં પણ તમે જ્યોતિષ વિદ્યા પણ કરો છો”. તેના પર હરિઓમે જવાબ આપ્યો કે,”ભાગવત, રામકથા, યજ્ઞ, અંનુષ્ઠાન અને જ્યોતિષ…આ કામ છે”.

Image Source

આ સાંભળ્યા પછી અમિતાભજી ફટાકથી બોલ્યા કે,”તો તો તમને એ પણ ખબર હશે કે તમારા ભવિષ્યમાં આજના પરિણામ વિશે શું લખ્યું છે’. અમિતાભજીના આવા સવાલ પર દરેક કોઈ હસવા લાગ્યા હતા.

Image Source

આ સવાલ પર હરિઓમ જવાબ આપે છે કે તેને પહેલાથી જ ખબર હતી કે તે હોટ સીટ પર બેસવાના છે અને તેણે સવારે જ બધાને એ કહી દીધું હતું અને તેની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઇ”.

Image Source

તેના પછી અમિતાભ અને હરિઓમ વચ્ચે ઘણા શ્લોકોનો પણ માહોલ રહ્યો. આ કલીપ જોયા પછી તમને પણ લાગશે કે  હરિઓમ અને અમિતાભ વચ્ચેનો સંવાદ ખુબ જ દિલચસ્પ રહેવાનો છે.

જુઓ વિડીયો-1…

વિડીયો-2…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.