જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

મુંબઈના આ ડોક્ટર છે સાચા ‘શ્રવણ કુમાર’ 200થી વધુ લોકોને બે ટાઈમ ભરપેટ જમાડે, વૃદ્ધો માટે બનાવે છે ઘર, આજે વાંચો પ્રેરણાદાયક સ્ટોરી અને શેર કરી બધાને વંચાવો

આજે વૃદ્ધોની સંખ્યા લગાતાર વધતી જાય છે. પણ સવાલ એ થાય છે કે, કેટલા વૃદ્ધોને તેના ઘરમાં પરિવાર સાથે સન્માનપૂર્વકે જીવે છે. આજે કેટલા ઘરમાં એવું છે કે, ઘરમાં વૃધ્ધો ફેંસલા લેતા હોય છે. અને અમુક ફેંસલમાં તેની રાય લેવામાં આવતી હોય છે. પરંતુ સાચું તો એ છેકે આજે વૃદ્ધો લગાતાર વૃધ્ધો ઉપેક્ષાના શિકાર બને છે. જેના કારણે વૃદ્ધાશ્રમની સંખ્યા સતત વધતી રહે છે. વૃધ્ધોમાં મહિલા વૃદ્ધો સૌથી વધારે ઘરેલું હિંસાના શિકાર બનતી હોય છે. આજે અમુક પુત્રો તેના માતા-પિતાને પેન્સનના કારણે સાથે રાખતા હોય છે. તો અમુક પુત્રો ઓછું કમાતા હોય તેના કારણે તેના માતા-પિતાને સાથે રાખતા હોય છે.

Image Source

જો દુઃખની વાત કરવામાં આવે તો માતા-પિતાએ પેટે પાટા બાંધીને બાળકોંને મોટા કર્યા હોય છે. પરંતુ આજે એ જ બાળકો ઘડપણમાં ઇજ્જતથી 2 રોટલી પણ નથી આપતા. કોઈનું પેટ ભરવા માટે ફક્ત પૈસાની જ નહીં પરંતુ સાચી નિયત અને દિલની જરૂર હોય છે. જો માણસ ઈચ્છે તો તેના માતાપિતા ના જ નહીં પરંતુ લાખો માતા-પિતાના પેટ ભરી શકે છે. અને આ વાત સાચી કરી છે મુંબઈમાં રહેનારા ડો. ઉદય મોદી. 50ની ઉંમર પાર કરી ચૂકેલા આયુર્વેદિક ડોક્ટર ઉદય મોદી છેલ્લા 12 વર્ષથી મુંબઈના ભાયંદર વિસ્તારમાં લગભગ 250 વૃદ્ધોને દરરોજ ત્રણ ટંકનું ભોજન કોઈ પણ પૈસા વગર પૂરું પાડે છે. મૂળ ગુજરાતના અમરેલીના ડો ઉદય મોદી ફક્ત તેના માતા-પિતા માટે જ નહીં. પરંતુ બધા વૃદ્ધો માટે શ્રવણ કુમાર છે.

ડો. ઉદય મોદીની ‘શ્રવણ ટિફિન સેન્ટર’ ના નામતી ચાલતી આ ફૂડ સર્વિસમાં કોઈ પણ તકલીફ હોય ક્યારે પણ બંધ રહેતી નથી. ફક્ત 2 ટીફીનથી શરૂ કરેલી આ સેવા આજે 235થી વધારે ટીફીન પહોંચાડે છે. આ સિવાય ટિફિન દેવા જતા સમયે કોઈ ગરીબ વૃદ્ધ દેખાય તો તેને પણ જમવાનું આપે છે.

Image Source

આ બાબતે ડો. ઉદયએ જણાવ્યું હતું કે, લગભગ 12 વર્ષ પહેલા 70 વર્ષના વૃધ્ધ તેના ક્લિનિક પર આવ્યા હતા. તેની હાલત જોઈને જ સમજી શકાતું હતું કે, તેને ઘણા દિવસથી કંઈ જમ્યું નથી. ડો. ઉદયે તેના ઇલાજના પૈસા પણ માંગ્યા ના હતા, તેના માટે જ્યુસ અને જમવાનું મંગાવ્યું હતું.

ડો. ઉદયનો આ સ્વભાવ જોઈને વૃદ્ધ રડવા લાગ્યા હતા, પૂછતાં તેને જણાવ્યું હતું કે, તેનો પુત્ર અને પુત્રવધુ તેને અને તેની પત્નીને જમવાનું આપતા ના હતા. તેની પત્ની લકવાગ્રસ્ત હોય તેની દેખભાળ રાખવા માટે ઘરે રહેવું પડે છે. પરંતુ તેના પુત્ર -પુત્રવધુ ધ્યાન ના આપતા તેની તબિયત દિવસે-દિવસે બગડતી જાય છે.

ડો, ઉદયે આગળ કહ્યું હતું કે, વૃઘ્ધની આ વાત સાંભળીને મારું મન ભરાઈ ગયું હતું. એક બાજુ આપણા દેશમાં માતા-પિતાની આજીવન સેવા કરવાના સંસ્કાર આપવામાં આવે છે, તો બીજી તરફ તેના જ બાળકો તેને ભૂખ્યા રાખે છે. મેં તે વૃદ્ધને કહ્યું કે, મને તમારા ઘરનું એડ્રેસ આપો. મારા ઘરેથી તમારી માટે દરરોજ ડબ્બો આવી જશે.

જયારે ડો. ઉદયની પત્નીને આ વાતની ખબર પડી ત્યારે તે પણ હસતા મોઢે સાથ આપવા તૈયાર થઇ ગઈ હતી. તેની પત્નીએ કહ્યું હતું કે, જે 2-4 જેટલા લોકોને જમવાનું આપવું હોય તે કહી દેવું. હું સવારે ઉઠીને બનાવી આપીશ. 2 વૃદ્ધ પતિ-પત્નીથી શરૂ કરેલું આ ભગીરથ કાર્યમાં 2 માંથી 4 થયા, 4 માંથી 8 થયા. ધીરે ધીરે ભાયંદર વિસ્તરમાં લગભગ 200થી વધુ જરૂરિયાતમંદ વૃદ્ધોએ ડો. ઉદયનો સંપર્ક કર્યો હતો.

Image Source

પહેલા તો ડો ઉદય હેરાન હતા કે બાળકો કેવી રીતે તેના માતા-પિતાને આ રીતે જીવન જીવવા માટે મજબુર કરતા હશે? ઉદયે ઘણા બાળકો સાથે આ બાબતની વાતચીત કરવા માટેની કોશિશ કરી હતી. ત્યારે આ બાળકો ઉલ્ટા ઉદય પર જ બોલતા હતા. બાળકો ઉદયને કહેતા હતા કે, અમે ક્યાં કીધું છે કે તમે અમારા માતા-પિતાને જમવાનું આપો. ત્યારે આ વાત સાંભળીને ડો. ઉદયને વિચાર આવ્યો હતો કે, આ વાત સાંભળીને મારો વૃધ્ધો માટે કંઈ પણ કરવાનો ઈરાદો પાકો થઇ ગયો હતો.

ઘર પર આટલા લોકોનું જમવાનું બનાવવું ઘરે મુશ્કેલ હતું. જેથી તેઓએ ‘શ્રવણ ટિફિન સર્વિસ’ના નામથી એક રસોડું શરૂ કર્યુ. આ જમવાનું બનાવવા માટે 3 થી 4 લોકોનો સ્ટાફ રાખ્યો અને એક વેન રાખી છે. જેથી સવારે-સાંજે ટાઇમસર જમવાનું પહોંચી શકે.

Image Source

ડો ઉદય ક્લિનિક પર જતા પહેલા સુનિશ્ચિત કરે છે કે, આ વડીલોને ટાઇમપર સારું જમવાનું પહોંચે. જમવાની સાથે સાથે તેના સ્વાસ્થ્યનું પણ ખ્યાલ રાખે છે. ડો. ઉદય આ બધા વૃદ્ધો સાથે સમય વિતાવે છે. ડો. ઉદયને અભિયાનમાં તેના બાળકો પણ પૂરો સાથે આપે છે. બાળકો તેના પોકેટમનીના પૈસા આ ટિફિન સર્વિસમાં આપી દે છે.

ડો. ઉદય આ બાબતે કહે છે કે, મારી પાસે ઘણીવાર શાળા- કોલેજના ગ્રુપના લોકો પણ આવીને કહે છે કે, અંકલ અમારી પાસે પૈસા નથી. છતાં પણ અમે આ વૃદ્ધ દાદા-દાદી માટે કંઈક કરવા ઇચ્છીએ છીએ. ત્યારે આ બાળકોને ફક્ત એટલું જ કહેવા મંગુ છું કે તમે તમારા ખાસ દિવસે આ વૃદ્ધ દાદા-દાદી સાથે સમય વિતાવો, જેથી કરીને અહીંના લોકોને ક્યારે પણ એકલું મહેસુસ ના થાય અને બાળકો પણ સારો સંદેશો શીખે.

ડો ઉદય ડોક્ટરની સાથે એક્ટર પણ છે. એક્ટરમાંથી જે કંઈ પણ કમાણી થાય તે ટિફિન સર્વિસમાં આપી દે છે. ડો. ઉદય આ વૃદ્ધ માટે એક ઘર લેવાનું પણ નક્કી કર્યું છે. તેના માટે ભાયંદરમાં જમીન લઇ ત્યાં મકાનનું કામ ચાલુ કરી દીધું છે.

Image Source

છેલ્લે ડો. ઉદયે ફક્ત એટલું જ કહ્યું હતું કે, આજે આપણે જે વૃદ્ધો સાથે કરીએ છીએ. તે કાલે આપણી સાથે થશે. બાળકોને હંમેશા પરિવાર અને સંબંધનું મહત્વ સમજાવવું જોઈએ.

આ ભગીરથ કાર્યમાં ડો. ઉદય મોદીને નાની-મોટી આર્થિક મદદ તમે મિલાપ ફાઉન્ડેશન દ્વારા કરી શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
Image Source