જ્યોતિષ શાસ્ત્ર

જુલાઈ મા બે મોટા ગ્રહણ લાગશે સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણ. સુતક કાળનો સમય તેમજ આ પાંચ બાબતોનું ધ્યાન રાખવું…

વૈજ્ઞાનિકોનું વિચારી તો ગ્રહણ એક ખગોળીય ઘટના તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હિન્દુ ધર્મમાં માનીએ તો ગ્રહણ નું મહત્વ અલગ છે. 2019 માં કુલ પાંચ ગ્રહણ જોવા મળશે જેમાંથી ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે. હિન્દુ ધર્મ સૂર્યગ્રહણ ગઅને ચંદ્ર ગ્રહણ નું વિશેષ મહત્વ છે.

2019 જુલાઈ મહિનામાં આવવાવાળા બે ગ્રહણ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિષે જોઈએ…

Image Source

સૂર્યગ્રહણ કેમ લાગે છે..??

વૈજ્ઞાનિકો અનુસાર માનીતો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવે છે ત્યારે સૂર્યની રોશની ફીકી પડે છે જેને આપણે સૂર્યગ્રહણ તરીકે ઓળખે છે.

પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું જોવામાં આવે છે કે સૂર્યગ્રહણ નો સંબંધ રાહુ અને કેતુની યુતિ સાથે છે. સાથે સાથે સૂર્યની રાહુ સાથેની યુતિ હોય તો ગ્રહણ દોષ બને છે અને કેતુ સાથે યુતિ હોય તો ગ્રહણ દોષ બને છે.

સૂર્યગ્રહણ તિથિ તેમજ સમય:-

 • વર્ષ 2019 માં બીજું સૂર્યગ્રહણ જુલાઇ મંગળવાર અષાઢ અમાવસ્યાના દિવસે આવે છે. આ સૂર્યગ્રહણ નો સાચો સમય 10:25 ને 25 મિનિટ થી 3:20 મિનિટ સુધી જોવા મળશે.
 • બે જુલાઇએ પૂર્ણ સૂર્યગ્રહણ છે ચાર કલાક 33 મિનિટ સુધી ચાલશે. જેના કારણે તેની અસર ભારતમાં જોવા નહીં મળે.
Image Source

ચંદ્ર ગ્રહણ તિથિ તેમજ સૂતક કાળનો સમય:-

 • વર્ષ 2019 જુલાઈ મહિનામાં આવવા વાળુ બીજું ગ્રહણ ચંદ્રગ્રહણ જે 16 જુલાઈ મંગળવારના દિવસે લાગે છે.
 • જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ગુરુ પૂર્ણિમા હોવાથી આ ચંદ્રગ્રહણ નું વિશેષ મહત્વ છે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે.
 • 16 જુલાઈ ની રાત્રે 1:32 મિનિટ પર ચંદ્ર ગ્રહણ ની શરૂઆત થશે. જે સવારે ચાર ત્રીસ મિનિટ સુધી ચંદ્રગ્રહણ નો મોક્ષ થશે.
 • લગભગ ત્રણ કલાક સુધી ગ્રહણ જોવા મળશે ચંદ્રગ્રહણ સૂતકનો સમય 16 જુલાઈ સાંજે 4 :32 મિનિટ થી શરૂ થશે.
Image Source

ગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ..

 1.  ગ્રહણ દરમિયાન વાતાવરણમાં બેક્ટેરિયા બહુ જલ્દી આવતા હોવાથી આ સમય દરમ્યાન ભોજન ન કરવું.
 2.  શાસ્ત્રોનું માનીએ તો ગ્રહણ કાળ ના સમયમાં કોઈ પણ શુભ કાર્ય તેમજ નવું કાર્ય ન કરવું.
 3.  ગ્રહણકાળ સમાપ્ત થયા બાદ સ્નાન કરી સાત પ્રકારનાં અનાજ ગરીબોને દાન કરવું શુભ માનવામાં આવે છે.
 4.  જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણકાળ ના સમયમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરવો.
 5.  ગ્રહ સમયમાં જો સંભવ હોય તો ધર્મગ્રંથોનો પાઠ વાંચવા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks