જીવનશૈલી

જો તમે 3-4 દિવસ ઘરની બહાર જાવ છો તો એ પહેલા ફ્રીઝરમાં રાખો આ સિક્કો, ઘરે આવીને જુવો ચમત્કાર ચોંકી જશો

ફરવા જવું કોને નથી ગમતું? ઉનાળો વેકેશન હોય કે ક્રિસમસની છુટ્ટી. વેકેશન પડ્યું નથી કે આપણે ફરવા નીકળી પડ્યા નથી. નાનું વેકેશન હોય તો 1-2 દિવસ પૂરતું અને લાબું વેકેશન હોય તો કોઈક વખત 4-5 દિવસ સુધી આપણે ઘર બંધ રાખીને ફરવા નીકળી પડીએ છીએ.

પણ એ વેકેશન દરમિયાન એટલે કે ફરવાના દિવસો દરમિયાન ઘર બંધ રહે છે અને ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ આપણે રેગ્યુલર કરતા હોઈએ છીએ. જેની જરૂર ઘરમાં રહેવાની જ હોય છે અથવા તો અચાનક ક્યાંક ફરવા જવાનું નક્કી થયું હોય અને એ જ દિવસે ઘરમાં કોઈ ખાવાની વસ્તુ આવી હોય તો એવા સમયે આપણે શું કરશું ?

Image Source

આપણે બધા એ વસ્તુને ફ્રીઝમાં મૂકી દઈશું. ફ્રીઝ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એ લાઈટ પર ચાલે છે. આજ કાલ આપણે કોઈ ફ્રીઝની સ્વીચ બંધ કરતા જ નથી. ફ્રીઝ કુલિંગ પકડી લે ત્યારે આપમેળે બંધ થઈ જતા હોય છે. પણ ઉનાળામાં લાઈટ જવાના પ્રોબ્લેમ થતા રહે છે.

આપણે એ ખાવાની વસ્તુને ફ્રીઝ અથવા તો ફ્રીઝરમાં રાખીને ગયા અને પાછળથી લાઈટ ચાલી ગઈ તો? કલાકો સુધી એ ફ્રીઝ બંધ રહેશે અને તેને કારણે ખાવાનું ખરાબ થઈ શકે છે. અને ફરીને આવ્યા બાદ તે ખરાબ ખાવાનું ખાવાથી પેટને લગતી અઢળક સમસ્યાઓ આપણને થઈ શકે છે.

Image Source

તમે કહેશો કે તો કરવું શું? એક જ રસ્તો છે ખાવાનું ખરાબ ન થાય તેનો અને તેના પર પણ અમે આવો પ્રશ્ન ઉઠાવવી છીએ. તો 2-3 દિવસ સુધી ફ્રીઝમાં પડેલ ખાવાનું ખવાલાયક છે કે નહીં, લાઈટ ગયાનો અસર એ ખાવા પર પડ્યો છે કે નહીં? એ બધા પ્રશ્નોનો જવાબ અમે તમે આપવા જઈ રહ્યા છીએ.

Image Source

હવે એ પ્રશ્નોનો જવાબ અમે શોધી કાઢ્યો છે પણ એનો જવાબ મેળવવાનો તમારે રહેશે. જવાબ મેળવવાની એક રીત છે. એક ગ્લાસ કે વાટકામાં પાણી ભરો અને પુરી રાત ફ્રીઝરમાં રાખી દો. બીજે દિવસે સવારે એ પાણીનો બરફ થઈ ગયો હશે. હવે શું? તો હવે તમારે એ બરફ પર કોઈ પણ એક સિક્કો રાખવાનો રહેશે.

આ સિક્કો મુકવાનો શુ ફાયદો? તમે એમ જ વિચારી રહ્યા હશો ને. ચાલો તેનો શું ફાયદો છે એ તમને જાણવું.

Image Source

તમે ફરી આવ્યા બાદ એ વાટકા કે ગ્લાસને ફ્રીઝરની બહાર કાઢો. એ બરફ પર મૂકેલ સિક્કો ક્યાં છે તે જુઓ. જો એ સિક્કો તમને તળિયામાં જોવા મળે તો સમજી જાઓ તમારા ગયા બાદ કલાકો સુધી પાવર કટ રહ્યો અને તે ગ્લાસમાં રહેલ બરફનું પાણી થઈ ગયું હતું. લાઈટ આવ્યા બાદ ફરી બરફ જામ્યો. મતલબ કે ફ્રીઝમાં પડેલ ખાવાનું ફ્રેશ રહ્યું નથી. વધુ સમય લાઈટ ગયાને કારણે તે ખરાબ થઈ ગયું હશે.

Image Source

ફરીને આવ્યા બાદ તમે એમ પણ જોઈ શકો કે તે સિક્કો ગ્લાસના તળિયે પણ નહીં અને ઉપર પણ નહીં. વચ્ચે દેખાતો હશે. તેની ઉપર પણ બરફ અને નીચે પણ. મતલબ કે થોડા સમય પૂરતી લાઈટ ગઇ હતી પણ તુરંત આવી ગઈ હતી એટલા માટે તમારું ખાવાનું હજુ ફ્રેશ હશે. અને જો એ સિક્કો હજુ ત્યાંને ત્યાં જ ઉપર જ મળે તો સમજી લો પાવરકટ થયો જ નથી અને ફ્રીઝ એક વખત પણ બંધ નથી થયું.

તો સમજી ગયા તમે એક સિક્કાનો કમાલ, તેના પરથી તમે નક્કી કરી શકો છો કે ફ્રીઝમાં પડેલ ખાવાનું બગડ્યું હશે કે નહીં.