લેખકની કલમે

જો જો આંખો ભીની ન થઈ જાય આ એક સાચી ઘટના છે, આજે એક શેર દોસ્તી માટે….

આની સાથે જોડેયલો પાત્રો અને સ્થળો ના નામ હું સાચા નહિ લખી શકું.

આજે જાણો મિત્ર મિત્ર માટે શું કરી છકે છે.ભુજમાં રહેતો માહિર કોઈ ખોટા કેસ માં ફસાઈ ગયો. અને કોર્ટે એને ફાંસી ની સજા આપી.

માહિર ને ફાંસી ચડાવાની હતી, તો માહિર ને એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી,

તો માહિરે કહ્યું મારા માઁ (mom) અને મારી બહેન અહિયાથી 1000કિલોમીટર દૂર રહે છે એને એક વખત મળવા જવું છે.

તો એ લોકો એ એને રજા ( permission ) આપી , પણ એક શર્ત રાખી તને અહિયાથી જવા તો દઇએ પણ જો તું ત્યાંથી પાછો નહિ આવે તો…કંઇક જામીન આપ જો તું પાછો ન આવે તો તારી જગ્યાએ તારા જામીન ને ફાંસીએ ચડાવામાં આવશે…

ત્યાં તેના બધા સાગા વ્હાલા હતા પણ , પણ તેનો જામીન કોણ બને , બધાને લાગ્યું માહિર જામીન તો બની જઈએ , પણ જો માહિર પાછો ના આવ્યો તો આપણે ફાંસીએ ચડવો પડશે …

માહિર ચારેબાજુ નજર ફેરવે છે , કે કોઈ એક વખત મારો જામીન બની જાય તો હું માઁ ( mom ) અને બહેન ને મળી ને જલ્દીથી પાછો વળી આવી ને ફાંસીએ ચડી જઈશ , પણ તેના સગા વ્હાલા માંથી કોઈએ જામીન બનવા માટે હા ના પાડી…

આંખોમાં આંસુ લૂછતાં લૂછતાં માહિર બોલ્યો આપી દો મને ફાંસી , અહીંયા છે તો બધા જ પોતાના પણ કોઈને પણ મારી પર ભરોસો નથી…

ત્યાં જ તેની સાથે રહેતો તેનો મિત્ર ધ્રુવ ત્યાં પહોંચ્યો… મિત્રો હું તમને કહું ના મિત્ર છે ના એ બીજી માં છે દિલની વાત માઁ ને કહીયે અથવા તો મિત્ર ને ત્રીજી વ્યક્તિને વાત ન થાય…

ધ્રુવ બોલ્યો માહિર તારી આંખોમાં આંસુ શું તકલીફ છે તને,
તો માહિરે ધ્રુવ ને બધી વાત કહી અને કહ્યું કે મને કોઈ જામીન નથી મળતો…
ધ્રુવ કે અરે બકા બસ આટલી જ વાત , હું બનીશ તારો જામીન બોલ કયા કાગળ પર સહી ( sign ) કરવાની છે…

કાગળ પર લખેલું હતું જો માહિર ત્રણ દિવસ પહેલા એની મુદ્દત પુરી થતા પેહલા જો એની માઁ અને બહેન ને મળીને પાછો ન આવે તો,એની જગ્યાએ જે આ કાગળ પર સહી કરે એને ફાંસીએ ચડવું પડશે…
ધ્રુવે તો સહી ( sign ) કરી દીધી…

એક વાત કહું માહીર જો તને વિશ્વાસ હોય તો, તારી માઁ એ મારી માઁ છે અને તારી બહેન એ મારી બહેન છે…
ધ્રુવની એટલી વાત સાંભળી માહિરે તેને ગળે લગાવી લીધો, માહિર બોલ્યો આજે તે સાચી મિત્રતા સાબિત કરી દીધી બકા, જ્યાં મારા પોતાના મારી પર વિશ્વાસ નથી કરતા ત્યાં તું મારો મિત્ર મને 4 વર્ષથી જ ઓળખે છે અને મારા માટે તું આટલું મોટું રિસ્ક લેવા તૈયાર થઈ ગયો , એ પણ કંઈ વિચાર્યા વગર…

માહિર તો સહી કરીને નીકળી ગયો અને ધ્રુવ ને કહેતો ગયો હું ત્રણ દિવસમાં મુદ્દત પુરી થતા પેહલા પાછો આવી જઈશ તું ચિંતા ન કરતો…
ધ્રુવ કે તું આરામથી જ બકા મને તારી પર વિશ્વાસ છે , તું સમય પહેલા પાછો આવી જઈશ…

એક દિવસ ગયો બે દિવસ ગયા એમ કરતા-કરતા ત્રણ દિવસ વીતી ગયા , માહિર ના આવાની મુદ્દત પુરી થઈ ગઈ..

માહિર ની જગ્યાએ ધ્રુવ ને ફાંસીએ ચડવાનો વારો આવ્યો ,
ધ્રુવ ની બન્ને આંખોમાંથી આંસુ પડે છે,
ત્યારે ત્યાં ઉભેલી એક વ્યક્તિ બોલી સહી ( sing ) નતી કરવી હવે રડવાનો વારો આવ્યો ના, શા માટે સહી કરી ‘?

ભાઈ રડવાનો મને એટલા માટે આવે છે કારણ કે મારી જમણી આંખમાં ( right eye ) માં ખુશી ના આંસુ છે જ્યારે ડાબી આંખમાં ( left eye ) માં દુઃખ ના આંસુ છે..

એ ધ્રુવને કે એ તને કેમના ખબર પડે ?

ધ્રુવ જવાબ આપે છે સુખના આંસુ છે ના બવ જોર-જોર થી પડે છે, અને અને દુઃખના આંસુની સીધી લીટી થઇ જાય છે ,
અને સુખના આંસુ છે ના ઠંડા છે જ્યારે દુઃખના આંસુ ગરમ છે…

ભાઈ એ ફરી પૂછ્યું એવું કેમ…? અલગ અલગ આંસુ કેમ

સાચે જ ધ્રુવ જે જવાબ આપે છે ના એ સાંભળ્યા જેવું છે બધાના હ્રદય ને સ્પર્શી જાય એવો જવાબ આપ્યો

ભાઈ સુખના આંસુ એટલા માટે છે, કે મારા મિત્ર ના કારણે આજ મારે ફાંસી એ ચડવું પડે,એનાથી જિંદગીમાં બીજું આનંદ છું હોય..

ભાઈ કે અને દુઃખના આંસુ

ધ્રુવ કહે દુઃખના આંસુ એટલા માટે કે માહિર દુનિયામાં જીવતો નહિ હોય નહિતર એ આવ્યા વગર ના રહે …

આટલું સાંભળી સવાલ પૂછવા વાળા ભાઈની આંખો ભીની થઇ ગઈ અને રડતા-રડતા બોલ્યો કે ધ્રુવ તારી દોસ્તીને જેટલી સલામો ( salute) કરું એટલી ઓછી છે , તારા મિત્રતા ના વિશ્વાસ ને લાખ લાખ વંદન ..
એ કે અમને તો ગઈ સાંજના જ ફોન આવી ગયો હતો કે , માહિર નો એક્સીડેન્ટ માં મૃત્યુ થયું છે…

આતો અમે ખાલી મિત્રતા ની પરીક્ષા લેતા હતા … ત્યાં તો આ વાત સાંભળી ધ્રુવ પણ રડી પડ્યો.

*માહિર આહીર ( હમદર્દ )*

લેખન સંકલન: ગૌરવ ખત્રી

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks