કૌશલ બારડ લેખકની કલમે

મળો કળિયુગના ભીષ્મ પિતામહ ને……જીવતરથી થાકી ગયેલો આ માણસ હવે માંગે છે મોત! આટલાં વર્ષની ઉંમર છે….

વર્તમાન યુગમાં ટેક્નોલોજી દ્વારા માણસની જીંદગીને સરળ બનાવતી સુવિધાઓ ઘણી હદ સુધી વધી ગઈ છે. એ છતાં હવે માણસની જીંદગીનું સરેરાશ આયુષ્ય કેટલું? મહજ સાઠ, પાંસઠ કે સીત્તેર વર્ષ. સુવિધા વધવા છતાં આયુષ્ય ઘટવાનું કારણ રોગચાળો, વ્યસન, પ્રદુષણ, ખોરાક, ચિંતા અને રહેણીકરણી છે.હવે જૂની પેઢી ધીરેધીરે અલોપ થવા લાગી છે. હવે રવિશંકર મહારાજ જેવું જીવન નથી એટલે સેન્ચ્યુરી મારી શકવાના બહુ ચાન્સ પણ નથી. પણ આજે દુનિયામાં એક એવો માણસ મોજુદ છે જેણે હવે ભરપેટથી પણ વધારે જીંદગી જીવી લીધી છે. એ પણ એટલી હદે કે હવે તે બુઝુર્ગ સામેથી મોત માંગી રહ્યા છે! આવો જાણીએ આ રોચક માહિતી :
ઇન્ડોનેશિયામાં રહેનારા આ વડીલની ઉંમર આજે 146 વર્ષ છે! એક સદીની માથે સાડા ચાર દાયકા! વડીલનું નામ છે : મબાહ. શહેરમાં ધબધબાટી બોલાવનાર ટોળામાની ધરપકડના વોરંટમાંથી અમુક આરોપીઓના નામ જેમ ભુંસાઈ જાય છે તેમ જ જાણે ચિત્રગુપ્તના ચોપડેથી મબાહનું નામ જ રદ થઈ ગયું છે!જો કે, એવી લાગવગ પોલીસથાણે થઈ શકે, યમરાજને ત્યાં નહી; આથી એમ પણ કહી શકાય કે કદાચ ચિત્રગુપ્ત જ મબાહભ’ઈનું નામ નોંધવાનું ભુલી ગયા હશે!

ઇન્ડોનેશિયાના આ નાગરિકના દસ વખત વિવાહ થયેલા છે અને આઠ પુત્રો છે. આજે હવે તો તેની એક પણ પત્ની હયાત નથી. મબાહે પોતાના પુત્રોના દેહાંત પણ દેખ્યાં છે. આજે તેઓ પોતાના પૌત્રો સાથે રહે છે. એમના મિત્રો, સ્વજનો પણ હવે નથી રહ્યાં.મબાહ આજે હલનચલન નથી કરી શકતા. પોતાની દિનચર્યા માટે પણ અમુકઅંશે તેમને બીજા પર આધારીત રહેવું પડે છે. જેની સાથે પોતાનો સોનેરી સમય વિતાવેલો એ સ્વજનો-મિત્રો ગુજરી ગયે હવે તો દાયકાઓ વિતી ચુક્યા છે. આજે મબાહ હવે પરમેશ્વર પાસે મોત માંગે છે. પણ એમ માંગ્યાં મોત ક્યાં આવે છે! મબાહ કહે છે કે, પરોપજીવી જીવન જીવવા કરતા તો મોત સારું.પણ આપણે તો એવી જ પ્રાર્થના કરીએ કે, ભગવાન કરે ને મબાહ સ્વસ્થ રીતે પંદર દાયકા પૂર્ણ કરી જ નાખે. હવે આવા માણસો પણ કેટલાં છે?!

મિત્રો, જાણકારી સારી લાગી હોય તો જરૂરથી આપના મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ!

Author: Kaushal Barad GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.