ધાર્મિક-દુનિયા

ગુજરાતના આ મંદિરમાં ક્યારેક નથી ઉઘરાવવામાં આવતો ફાળો, વિધવા માતાઓને જમાડીને ભેટ આપે છે

આ મંદિરમાં ક્યારેય નથી લેવાતું દાન, પ્રસાદમાં ધરાવાય છે જંકફૂડ

વિશ્વના સૌથી વધુ મંદિરોવાળા દેશો ભારત, મ્યાનમાર અને ઇન્ડોનેશિયા છે. હિન્દુ સમુદાયના સૌથી મોટા અનુયાયીઓ પણ ભારતમાં જ છે. અહીં 90 કરોડથી વધુ હિન્દુઓ છે, જેના માટે હજારો મંદિરો છે. દરેક મંદિરની પોતાની વાર્તાઓ અને માન્યતાઓ હોય છે. ઘણા મંદિરો હજારો ટન સોનાથી બનેલા છે, તો ઘણા મંદિરોમાં ભગવાનની ચાંદી-તાંબાની મૂર્તિઓ હાજર છે. દેશમાં કેટલાક મંદિરો એવા પણ છે, જે તેમના વિવિધ પ્રકારના પ્રાસાદો માટે જાણીતા છે.

Image Source

સામાન્ય રીતે માતાજીના મંદિરમાં નારિયેળ, ફળ કે મિષ્ટાન્ન ધરવામાં આવે છે. પરંતુ રાજકોટનું એક એવું મંદિર છે જ્યાં માતાજીને પાણીપુરી-પીઝાનો પ્રસાદ ચઢાવાય છે. આ મંદિરનાં પ્રસાદમાં પણ બધી વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ એની પાછળનું કારણ જાણો છો? તો ચાલો આજે જાણીએ –

Image Source

રાજકોટમાં જીવંતિકા માતાનાં મંદિરમાં માતાજીને પ્રસાદમાં પિત્ઝા, બર્ગર, દાબેલી, સેન્ડવિચ, પાણીપૂરી, ક્રિમરોલ, કોલ્ડ્રીંક્સ સહિતની ફાસ્ટફૂડની વસ્તુઓ ધરાવાય છે. રાજકોટના રજપૂતપરામાં 51 વર્ષથી જીવંતિકા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં જીવંતિકા માતા બિરાજમાન છે. આ મંદિર જયઅંબેલાલ દવેએ કોઈ પણ ફાળા લીધા વિના પોતાના પગારમાંથી બચત કરીને બનાવ્યું હતું.

Image Source

એવી માન્યતા છે કે જીવંતિકા માતા સંતાનોની રક્ષા કરે છે. તેમજ તેમની મુશ્કેલીઓ દૂર કરે છે. એટલે જ મહિલા શ્રદ્ધાળુઓ પોતાના સંતાનો માટે જીવંતિકા માતાનું વ્રત રાખે છે. તેમને પોતાના સંતાનો માટે જે પણ કોઈ માનતા રાખી હોય છે, તે જીવંતિકા માતા અવશ્ય પૂર્ણ કરે છે. એટલે જ અહીં બાળકોને પ્રિય હોય, ખાવી ભાવતી હોય તેવી વસ્તુઓ પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે.

Image Source

આ મંદિરમાં વર્ષોથી કોઈ પણ ફંડ કે ફાળો ઉઘરાવવામાં નથી આવ્યો. અહીં લોકો સામેથી જે પણ દાન આપી જાય છે એ પણ પૂજારી નથી રાખતા, પરંતુ દાનની રકમથી ઝૂંપડપટ્ટીના બાળકો માટે, સરકારી શાળાઓમાં, મંદબુદ્ધિના બાળકોની શાળામાં ભોજન કરવામાં ખર્ચ કરવામાં આવે છે. અહીંથી દાનમાં આવેલી રકમને જે લોકો માંગી નથી શકતા એ લોકોની મદદ માટે વપરાય છે.

Image Source

મંદિરના આચાર્યના જણાવ્યા અનુસાર, એક મહિલાએ 100 કિલો ખાંડ દાનમાં આપી હતી તે પણ એક-એક કિલોના પેકેટ ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યા હતા. જયારે એક દાતાએ મોટી રકમ દાનમાં આપી હતી, જે રેલવે સ્ટેશન પર મજૂરી કરતા કુલીઓને ડ્રેસ સીવડાવીને દાન કરી દેવા આવ્યા હતા. આ મંદિરમાં છેલ્લા 30 વર્ષથી વિધવા માતાઓનો જમણવાર કરાવવામાં આવે છે. સાથે ભેટમાં સાડી, દક્ષિણા, ફ્રૂટ સહિતની વસ્તુઓ પણ આપવામાં આવે છે.

Image Source

એવું માનવામાં આવે છે કે જીવંતિકા માતાનું આ સ્થાન આશરે 150 વર્ષ જૂનું છે. આ મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. માતાજીના વિદેશમાં વસતા ભક્તો તેમના દર્શન ઈન્ટરનેટના માધ્યમથી કરતા હોય છે. અહીં બાળકોને પ્રિય વસ્તુઓ જેવી કે ચોકલેટ, પીઝા, કોલડ્રિન્ક, બિસ્કિટ સહિતની વસ્તુઓ પ્રસાદના રૂપે મળતી હોય છે, જેને કારણે અહીં સવાર સાંજ આરતી સમયે બાળકોની વધુ ભીડ જોવા મળે છે.

Image Source

મંદિરના પૂજારી જણાવે છે કે દેશ-વિદેશથી ભક્તો પાર્સલ દ્વારા પ્રસાદ મોકલે છે. જેમની માનતાઓ પૂર્ણ થાય છે, તેઓ જાતે પણ અહીં આવે છે. સ્થાનિક લોકો દરરોજ પૂજા-અર્ચના કરે છે.