ખબર

મુકેશ અંબાણીએ ચીની બિઝનેસમેનને પછાડી દીધા, અચાનક બન્યાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ- જાણો

સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબુકે મુકેશ અંબાણીની નેતૃત્વવાળી રિલાયન્સ જિઓના શેરમાં 9.99 ટકાના ભાગની ખરીદી થઇ છે. આ માટે ફેસબુકે 5.7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે, જેમાંથી 43,574 કરોડ રૂપિયા જ રિલાયન્સ જિઓમાં રોકાણ કર્યું છે. આ ડીલથી મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે અને તેણે ચીનમાં અલીબાબાના સ્થાપક જેક માને પાછળ છોડી દીધા છે.

Image Source

ફેસબુક-જિઓ ડીલ પછી મુકેશ અંબાણીએ જેક માને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ મેળવ્યું છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં ગઈકાલે 4 અરબ ડોલરનો વધારો થયો છે. અને હવે તે વધીને 49 અરબ ડોલર થઈ ગઈ છે. આ રીતે, તેની સંપત્તિ જેક મા કરતા 3 અરબ ડોલરથી વધુ છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવાર સુધીમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટો ઘટાડો હતો અને તે ઘટીને 14 અબજ ડોલર થઈ ગયો હતો અને જેક માની સંપત્તિમાં 1 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

Image Source

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બુધવારે ઉછાળો
ટેક જાયન્ટ ફેસબુક સાથેના ડિલના સમાચાર પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બુધવારે તીવ્ર ઉછાળો નોંધાયો હતો અને તે એક સમયે 11 ટકાના વધારા સાથે રૂ.1375 હતો. કારોબારના અંતે આરઆઇએલના શેર 9.83 ટકા વધીને રૂ .1359 પર બંધ થયા છે. ગઈકાલે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 90,000 કરોડ રૂપિયા વધ્યું હતું.

Image Source

શું છે ફેસબુક-જિઓ ડીલ?
ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે, જેમાં રૂ.43,574 કરોડનું રોકાણ છે. ભારતની કોઈ કંપનીમાં લઘુમતી ભાગીદારી માટે આ અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી સીધું રોકાણ (એફડીઆઇ) છે. ફેસબુકના રોકાણ બાદ જિઓ પ્લેટફોર્મનું વેલ્યુએશન આશરે 4.75 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

ગ્રાહકોને થશે ફાયદો?
રિલાયન્સ જિયો અને ફેસબુકની ફ્રેન્ડશીપમાં જિયોના દેશભરમાં ફેલાયેલા અંદાજે 38 કરોડ ગ્રાહકોને લાભ થઇ શકે છે. આ મિત્રતાથી દેશવ્યાપી રિટેલ નેટવર્કનો જે ડ્રાફ્ટ ખેંચાઇ રહ્યો છે તેમાં જિયોના હાલના ગ્રાહકોને ખાસ ફાયદો મળી શકે છે. એટલું જ નહીં તેમને શોપિંગ વાઉચર, ડિસ્કાઉન્ટ અને બીજા પ્રકારની પણ ગિફ્ટ મળી શકે છે તેવા અંદાજ લગાવામાં આવી રહ્યાં છે.

Image Source

રિલાયન્સના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે અત્યારે તો માત્ર પાર્ટનરશીપની જાહેરાત થઇ છે. આ અંગે હજુ કોઇ જ રણનીતિ બની નથી પરંતુ જિયોના હાલના ગ્રાહકોને તેનાથી ચોક્કસ ફાયદો થશે. તેમને કંઇ રીતે ફાયદો પહોંચાડાશે તેના પર ચર્ચા વિચારણા થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.