ફિલ્મી દુનિયા

જીયા ખાનની માં રાબિયાનો સનસનીભર્યો આરોપ, સલમાન ખાને CBI પર બનાવ્યું હતું પ્રેશર

અભિનેતા સુશાંતસિંહ રાજપુતની અચાનક આત્મહત્યાથી હવે બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પર ઘણા સવાલો ઊભ થઇ ગયા છે. મીડિયા અને અન્ય કલાકારોનું કહેવું છે કે ફિલ્મી બેકગ્રાઉન્ડથી સંબંધ ન ધરાવનરા કલાકારોને ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઈડરના સ્વરૂપે ટ્રીટ કરવામાં આવે છે.આ સિવાય તેઓને દરેક મૌકાઓ પર નીચા દેખાડવામાં પણ આવે છે.

Image Source

આવા મામલામાં ફિલ્મ પ્રોડ્યુસર કારણ જોહર અને અભિનેતા સલમાન ખાનને નિશાનો બનાવવામા આવી રહ્યો છે. તાજેતરમાં જ ફિલ્મ ગજનીમાં દમદાર અભિનય કરનારી સ્વર્ગીય અભિનેત્રી જીયા ખાનની માં રાબિયાએ સુપરસ્ટાર સલમાન ખાન પર આરોપ લગાવ્યા છે.

Image Source

સુશાંતની મૌત પછી જીયાની માં એ લંડથી એક વિડીયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તે કહી રહી છે કે,”મારી સંવેદનાઓ સુશાંતના પરિવાર સાથે છે. આ ખુબ જ દિલ તોડનારું છે. આ કોઈ મજાક નથી. બોલીવુડને બદલવું પડશે, બોલીવુડે જાગવું પડશે. બોલીવુડે પુરી રીતે bully કરવાનું બંધ કરવું પડશે. કોઈની ખીંચાઈ કરવી કે નીચા દેખાડવા એ પણ એક હત્યા જ છે”.

Image Source

રાબિયાએ આગળ કહ્યું કે,”જે કઈ પણ થઇ રહ્યું છે, તેનાથી મને વર્ષ 2015 ની યાદ આવી ગઈ. જયારે દીકરી જીયાની મૌતના મામલામાં સીબીઆઈ ઓફિસરને મળવા માટે ગઈ હતી તો તે દરમિયાન ઓફિસે તેને કહ્યું કે પોલીસને અમુક ખાસ સબૂત મળ્યા છે. જ્યારે તે સ્ટેશન પહોંચી તો તેઓએ કહ્યું કે સલમાન ખાનનો ફોન આવ્યો હતો. તે રોજ ફોન કરતા હતા અને પૈસાની વાત કરતા હતા. કહેતા હતા કે છોકરા સાથે પૂછતાછ ન કરો, તો અમે શું કરી શકીએ મેડમ!”

Image Source

રાબિયાએ કહ્યું કે,”ઓફિસર પણ આ બાબતોથી નારાજ લાગી રહ્યા હતા. પછી મેં મામલાને દિલ્લી ઉચ્ચ અધિકારીઓ સુધી લઇ ગઈ અને મેં ફરિયાદ કરી, પણ જો એવું જ થવાનું છે કે તમે તમારા પૈસાથી, પ્રેશરથી જાંચને પ્રભાવિત કરી રહ્યા છો તો મને ખબર નથી કે એક નાગરિનના સ્વરૂપે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. હું કહેવા માંગુ છું કે ઉભા થાઓ, લડો અને બોલીવુડના આ ઝેરીલા વ્યવહારને રોકો.”

Image Source

જણાવી દઈએ કે માત્ર 25 વર્ષની ઉંમરમાં અભિનેત્રી જીયા ખાને વર્ષ 2013 માં આત્મહત્યા કરી લીધી હતી. તેનું મૃત શરીર મુંબઈના જુહુ સ્થિત ઘરમાં મળી આવ્યું હતું. તેની મૌત આજે પણ રહસ્ય બનેલી છે પણ તેના બોયફ્રેન્ડ સૂરજ પંચોલી પર તેની આત્મહત્યા માટે આરોપ લાગ્યા હતા. મામલામાં સૂરજને જેલ પણ જવું પડ્યું હતું પણ અભિનેતા સલમાન ખાને તેનો ખુબ સપોર્ટ કર્યો હતો.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.