ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે કોરોના સનર્મિત લોકોની સારવાર માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ના મળતી હોવાની અને સાફ સફાઈ પણ યોગ્ય ના હોવાની ફરિયાદો અવાર નવાર આવતી હોય છે. પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં કોરોનાથી મૃત્યુ પામેલા એક મહિલાના દાગીના અને ફોનની ચોરી થઇ છે. અને અંગેની ફરિયાદ પણ અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુકી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક મહિલા કોરોનાની સારવાર માટે બીજી મેના રોજ અમદાવદ સિવિલ હોસ્પિટલના આઇસીયુના 0-5 વોર્ડમાં બેડ નંબર 84 સારવાર લઇ રહ્યા હતા. અને તેમનું આ બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું હતું, મૃતકના પરિવાર જનોએ તેમના મૃત્યુ બાદ ફરિયાદ નોંધાવી છે જેમાં મૃતકના કાનની બે બુટ્ટી, નાકની ચુની, મોબાઈલ ફોન અને ચાર્જ ચોરાઈ ગયા છે.

અમરાઈવાડીના કોર્પોરેટરે જગદીશ રાઠોડે મુખ્યમંત્રી, આરાગ્ય મંત્રી તેમજ અમદવાદ પોલીસ કમિશ્નરને એક પત્ર લખીને રજુઆત કરી છે, પત્રમાં તેમને લખ્યું છે કે “સિવિલમાં માનવતા મરી પરવારી છે. ક્યાંક એડમિટ કરાયેલા દર્દીઓ બે-ત્રણ દિવસ ગાયબ રહે છે અને છેવટે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવે છે. તેમજ મૃતક દર્દીના દાગીના અને મોબાઈલ ચોરી લેવાની ઘટના અત્યંત ધૃણાસ્પદ અને માનવતા વિહોણું કૃત્ય છે”

આ બાબતે તેમને જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે. અમદાવડની સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે દરમિયાન આવી ઘટનાઓ સામે આવતા સિવિલ હોસ્પિટલ માટે શરમજનક સ્થિતિ ઉભી થઇ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.