ખબર મનોરંજન

જેનિફર મિસ્ત્રીએ કર્યો નવો ખુલાસો, કહ્યું કે “અસિત મોદીએ મારી સાથે યૌન સંબંધ નથી બાંધ્યા, પરંતુ…” જુઓ વીડિયોમાં શું કહ્યું

TMKOC Actress Jennifer Mistry New Video: ટીવી પર છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”નું ફેન ફોલોઇંગ દુનિયાભરમાં ફેલાયેલું છે. નાનાથી લઈને મોટેરાઓ સુધી દરેક વ્યક્તિ આ શોને રોજ નિહાળતા પણ હોય છે. તો તેના જુના એપિસોડ પણ લોકો રિપીટ કરીને જોતા હોય છે. શોની જેમ તેના કલાકારો પણ લોકો વચ્ચે છવાયેલા રહેતા હોય છે. પરંતુ હાલ આ શો વિવાદમાં છે.

વિવાદ પાછળનું કારણે શોમાં મિસિસ સોઢીની ભૂમિકા નિભાવી ચુકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી છે. જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ હવે તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેને ખુલાસો કર્યો છે કે અસિત મોદીએ તેનું યૌન શોષણ કર્યું નથી.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં જેનિફરે કહ્યું કે તેણે નોટિસમાં જે પણ કહ્યું છે તે સાચું છે. હકીકતમાં, જેનિફરના આરોપો પછી શોના નિર્માતાઓ અને તેના સહકર્મીઓએ કહ્યું હતું કે તે શોમાંથી કાઢી મૂકવામાં આવ્યાનો બદલો લેવા માટે આવા આરોપો લગાવી રહી છે. આના જવાબમાં જેનિફરે કહ્યું, “મેં દરેક વાત સાચી કહી છે. મેં 8મી એપ્રિલ 2023ના રોજ જ નોટિસ મોકલી હતી. તેણે 8 મેના રોજ માહિતી આપી હતી કે મને કાઢી મૂકવામાં આવી છે. શા માટે તેઓએ મને એક મહિના પછી હાંકી કાઢવાનું કહ્યું?”

જેનિફરે કહ્યું કે કેટલાક મીડિયા લોકો એવા સમાચાર ફેલાવી રહ્યા છે કે અસિતે મારી સાથે યૌન સંબંધ બનાવ્યા હતા, એવું કંઈ નથી. તેણીએ કહ્યું, “જે લોકો કહે છે કે અસિત મોદીએ મારી સાથે યૌન સંબંધ બનાવ્યા હતા તેમને હું કહેવા માંગુ છું કે એવું કંઈ નથી. તેમને મને ફક્ત એવી વાતો કહી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.”

ETimes સાથેની વાતચીતમાં અસિત મોદીએ તમામ આરોપોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “તમામ આરોપો પાયાવિહોણા છે. તેમાં સત્યનો અંશ પણ નથી. તે માત્ર મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે.” તમને જણાવી દઈએ કે ‘રોશન ભાભી’ એટલે કે જેનિફરે આરોપ લગાવ્યો હતો કે શૂટિંગ બાદ અસિત મોદી તેને વારંવાર ફોન કરતો હતો અને વાંધાજનક વાતો કરતો હતો. તેમને રૂમમાં બોલાવતા હતા. આ પછી, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે તેના મૌનને નબળાઈ ના માનવામાં આવે.

જેનિફરના કહેવા પ્રમાણે, ફ્લર્ટ કર્યા બાદ અસિત મોદી કહેતા હતા કે હું મજાક કરી રહ્યો છું. પરંતુ બાદમાં અભિનેત્રીના વકીલે તેને સમજાવ્યું કે ચૂપ રહેવું યોગ્ય નથી અને તેણે આ મામલો ઉઠાવવો જોઈએ. જેનિફરે આ શો સાથે જોડાયેલા સોહેલ રામાણી અને જતીન બજાજ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેના કહેવા પ્રમાણે, સોહેલ અને જતિનના ખરાબ વર્તનને કારણે તેણે શો છોડવો પડ્યો હતો.