ખબર

દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિએ જાતે જઈને કરિયાણાની દુકાન ઉપર સમાન આપ્યો, વાંચીને તમે પણ હેરાન રહી જશો

ઘણા લોકોને આપણે પોતાની મહેનત દ્વારા આગળ વધતા જોયા હશે, ઘણા લોકો એવા છે જે સફળતાની સીડી ઉપર ચડીને અભિમાની થઇ જતા હોય છે પરંતુ ઘણા લોકો જે જગ્યા ઉપરથી આવ્યા છે એ જગ્યાને પણ ક્યારેય નથી ભૂલતા અને પોતાની પાસે રહેલી અઢળક સંપત્તિનું પણ એમને ક્યારેય અભિમાન નથી હોતું. આવું જ કંઈક જોવા મળ્યું દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેફ બોઝોસ સાથે જે સામાન આપવા માટે પોતે ગ્રાહકની દુકાને પહોંચ્યા હતા.

Image Source

મળતી માહિતી અનુસાર મુંબઈના વોલેપાર્લેમાં આવેલા એક કરિયાણાની દુકાન ઉપર દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેજોસ સમાન આપવા માટે પહોંચ્યા હતા. આ દુકાન એમેઝોનની પીકઅપ પાર્ટનર છે. ગ્રાહકો આ દુકાન ઉપરથી એમેઝોનનો ઓર્ડર કરી ડીલેવરી લઇ શકે છે ત્યારે એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ બેજોસે આ જગ્યા ઉપર જાતે જઈને ડીલેવરી આપી હતી.

Image Source: Jeff bezos Instagram

આ ડીલેવરી કરવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી જેને 3 જ કલાકમાં એક લાખની આસપાસ લાઈક મળી ચુકી હતી. દુકાનના માલિક અમોલ દ્વારા આ પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી તેને જેફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ પોસ્ટની લોકોએ પણ ખુબ કજ પ્રસંશા કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Jeff Bezos (@jeffbezos) on

એમેઝોન દ્વારા એક પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું હતું કે હજારો સ્ટોર એમેઝોનના ડીલેવરી પોઇન્ટ છે. જેનાથી ગ્રાહકોને ફાયદો થઇ રહ્યો છે. સાથે જ દુકાનદારોને પણ સારો ફાયદો થઇ રહયો છે.  બેજોસે પણ બુધવારના રોજ દિલ્હીમાં જણાવ્યું હતું કે એમેઝોનની જયારે શરૂઆત થઇ હતી ત્યારે તેઓ પોતે સમાન પેક કરી અને પોસ્ટ ઓફિસ સુધી લઇ જતા હતા અને આજે જેફ બેજોસનું નેટવર્ક 8.30 લાખ કરોડ રૂપિયા છે.

Image Source

એમેઝોન દ્વારા ભારત માટે પણ એક સારા સમાચાર આપ્યા છે. જેફ બેજોશે બુધવારે દિલ્હીમાં યોજાયેલા નાના અને મધ્યમ વર્ગીય ધંધાદારી વ્યક્તિઓ માટેના એક કાર્યક્રમમાં બે જાહેરાત કરી હતી. તેમને કહ્યું હતું કે એમેઝોન 2025 સુધી 10 અરબ ડોલર એટલે કે 71 હાજર કરોડ રૂપિયા મેક ઈન ઇન્ડિયા પ્રોજેક્ટની અંદર રોકશે, તેની સાથે જ એક કરોડ નાના અને મધ્યમવર્ગીય ધંધાદારી વ્યક્તિઓને ડીઝીટલ વ્યવસાય તરફ લઇ જવા માટે આ નાણાં રોકવામાં આવશે. તેમને એમ પણ કહ્યું હતું કે એમેઝોન એક સમયે નાનો જ વ્યવસાય હતો આજે દુનિયાનો સૌથી મોટો વ્યવસાય બની ગયો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.