ખબર

પત્નીએ જન્મ દિવસની શુભકામના આપવા કર્યો પતિને ફોન તો મળ્યા તેના શહીદ થવાના સમાચાર, આ હકીકત વાંચીને આંખ ભીની થઇ જશે

એક સૈનિકનું જીવન કેટલું સંઘર્ષમય હોય છે, પોતાનો ઘર પરિવાર છોડીને દેશ અને દેશવાસીઓની રક્ષા માટે કોઈપણ પરિસ્થિતિ કે કોઈપણ ઋતુમાં નીકળી પડતા હોય છે. એક સૈનિક જ છે જેના માટે પોતાના પરિવાર પહેલા પોતાનો દેશ આવે છે.  દેશ માટે હસતા હસતા પોતાનો જીવ પણ કુરબાન કરે તેનું નામ જ જવાન.

Image Source

આવા જ એક બહાદુર સૈનિકના શહીદ થવાના સમાચારથી આખો દેશ શોકમાં છે. આ જવાને લગ્નના 16માં દિવસે જ પોતાની ફરજ ઉપર પાછા ફરી અને દેશ માટે પોતાનો જીવ પણ કુરબાન કરી દીધો છે.

Image Source

રાજસ્થાનના ભરતપુરમાં રહેતા સૌરભ કટારા, કુપવાડામાં લગ્નના 16માં દિવસે જ પોતાની ફરજ ઉપર પહોંચી ગયા હતા, જ્યાં એક બૉમ્બ બ્લાસ્ટ દરિમયાન તેઓ શહીદ થયા હતા. સૌરભના લગ્ન તેમના શહિદ થવાના 16 દિવસ પહેલા જ એટલે કે 8 ડિસેમ્બરના રોજ થયા હતા. લગ્ન માટે પોતાની ફરજ ઉપરથી રજા લઈને આવેલા સૌરભે લગ્ન બાદ થોડા જ દિવસમાં પાછા પોતાની ફરજ ઉપર જોડાયા હતા. હજુ તો લગ્નનો થાક પણ નહિ ઉતર્યો હોય કે ના હજુ તેમના પત્નીના હાથની મહેંદી સુકાઈ હશે, એ પહેલા જ એક બૉમ્બ વિસ્ફોટમાં સૌરભને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

Image Source

સૌરભ જે દિવસે શહીદ થયા તે જ દિવસે તેમનો જન્મ દિવસ પણ હતો માટે સૌરભની પત્ની પૂનમે જન્મ દિવસની શુભકામનાઓ આપવા માટે સૌરભને ફોન કર્યો ત્યારે સૌરભના શહીદ થવાના સમાચાર મળતા પૂનમ સાવ તૂટી ગઈ હતી. હજુ લગ્નની પીઠીનો રંગ આછો થયો નહોતો ત્યાં જ સૌરભના શહીદ થવાના સમાચારથી પૂનમ અને સૌરભના પરિવારજનોના રડી રડીને બુરા હાલ થઇ ગયા હતા.

Image Source

સૌરભના શહીદ થવાના સમાચાર સાંભળીને આખું ગામ પણ શોકમય બન્યું હતું. શહીદ સૌરભ કટારાના શબને જયારે તેમના ગામમાં લાવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં લોકો શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા, ઉપસ્થિત થયેલા તમામ લોકોએ તેને અશ્રુભેર શ્રદ્ધાંજલિ આપી હતી.

શાહિદ સૌરભના બલિદાન માટે નેતાઓએ પણ ટ્વીટ કરી અને તેમને શ્રદ્ધાંજલિની સાથે તેમના બલિદાનની પ્રસંશા પણ કરી હતી.

નમન છે આ દેશના જવાનોને જે પોતાની ફરજ માટે પોતાના જીવનું પણ બલિદાન આપી દે છે!
જય જવાન ! જાય હિન્દ!
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.