જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

જન્માષ્ટમીની રાત્રે આ જગ્યા પર રાખો મોરના પીંછા, જડમૂળથી તમારી પરેશાનીઓ થઇ જશે દૂર – ફાયદાકારક માહિતી વાંચો

જન્માષ્ટમી એટકે કે કાળા ગોવાળિયા કાનાનો જન્મ દિવસ. સાથે જ આનંદ, ઉત્સાહ અને નવા નવા પકવાનોનો તહેવાર એટલે જન્માષ્ટમી. આ દિવસની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે કે ક્યારે જન્માષ્ટમી આવે અને ઉજવણી કરીએ. કૃષ્ણની કથા અનુસાર રાત્રે બાર વાગ્યે કૃષ્ણ ગોપાલનો જન્મ થાય છે અને લોકો ધામધૂમથી ઉજવે છે. આ દિવસે શાળામાં રજાનો દિવસ હોય છે. જેથી બાળકો પણ આનંદ ઉત્સાહમાં હોય છે.

Image Source

આ એક એવો સમય છે જ્યારે તમે કાનાને ખુશ કરી શકો છો. કૃષ્ણનું નામ આવતા જ તેના મુગટ પર શોભતું મોરનું પીંછું આંખની નજર સામે જ આવી જાય. મોરનું પીંછું તમામ નવ ગ્રહોનું પ્રતિનિધત્વ કરે છે અને જન્માષ્ટમીની રાત્રે જો તમે એક નાનકડો ઉપાય કરશો તો આ મોરનું પીંછું તમારી તમામ પરેશાનીઓને જડમૂળથી દૂર કરી દેશે.

આ દિવસ નિમિતે લોકો જાત-જાતના અને ભાત-ભાતના પકવાન બનાવે છે. સાથે જ મટકી ફોડનો કાર્યક્રમ પણ લોકો દ્વારા યોજવામાં આવે છે. ઘણી જગ્યાએ ભગવાન કૃષ્ણના પારણા પણ બાંધવામાં આવે છે અને તેમાં કૃષ્ણની મૂર્તિ રાખીને તેમને ઝુલાવી અનેરો આનંદ પ્રાપ્ત કરે છે.

ભગવાન કૃષ્ણ તમારી બધી સમસ્યાનું હલ કરી શકે છે બસ નીચે આપેલી ટીપ્સને અપનાવવાની જરૂર છે.

Image Source

જો તમને સંપત્તિથી સંબંધિત કોઇ સમસ્યા, અટકનું નામ, ધન અને યશને નુકસાન થઇ રહ્યું હોય તો આ મોરનું પીંછું તમારા માટે સાક્ષાત ઠાકુરજીનો પ્રસાદ છે. જન્માષ્ટમીની રાત્રે રાધારાણીના મંદિરમાં જઇને ભગવાન કૃષ્ણના મુગટ પર મોરના પીંછાની સ્થાપના કરાવો અને તેની પ્રતિમાની પૂજા કરો. 40 દિવસ બાદ મોરનું પીંછું તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. પછી જુઓ ચમત્કાર, કેવી તમારી તિજોરી ભરાવાની શરૂ થઇ જશે.

આ ઉપાય કરવાથી તમારી તિજોરી ધનથી છલોછલ ભરાઈ જાશે.

મોરના પીછાને ખુબજ શુકુનવંતુ માનવામાં આવે છે અને સાથે જ તમારી અનેક સમસ્યાઓનું પણ સમાધાન કરી શકે છે.

Image Source

તમને દરેક સમયે શત્રુનો અહેસાસ થઇ રહ્યો હોય અથવા તો કોઇ શત્રુ તમને નુકસાન પહોંચાડી રહ્યો હોય તો જન્માષ્ટમીની રાત્રે મોરના પીંછા પર તમારા શત્રુનું નામ લખી દો અને ઠાકોરજીના મંદિરમાં આખી રાત મૂકી દો. સવારે ઉઠીને ન્હાયા વગર અને કોઇને કહ્યા વગર આ પીંછાને વહેતા પાણીમાં પધરાવી દો. જો પાણીમાં વહાવી ના શકો તો કોઇ ઝાડ નીચે દબાવી દો. આમ કરવાથી તમારો શત્રુ મિત્ર બની જશે. જે દરેક ડગલે તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે.

સાથે જ તમારી કુંડળીના દોષને પણ મોરનું પીછું દુર કરી શકે છે.

Image Source

કુંડળીમાં કાલ સર્પ દોષ કે પછી બીજા કોઇપણ પ્રકારનો દોષ હોય. મોરનું પીંછું આ તમામ દોષોને દૂર કરી દે છે. કુંડળીના દોષોને દૂર કરવા માટે જન્માષ્ટમીની રાત્રે તમારા તકિયા નીચે સાત મોરનાં પીંછા મૂકી દો. મોરના 11 પીંછાથી બનેલ પંખાને બેડરૂમની પશ્ચિમી દિવાલ પર લગાવો અને પછી દરરોજ એક વખત આ પંખાથી તમારી જાતે જ પવન નાંખો. આમ કરવાથી નસીબ તમને સાથ આપશે.

હાલ જન્માષ્ટમી આવવાની તૈયારીમાં જ છે. તો તમે આ ઉપાય અજમાવીને તમારી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.