મનોરંજન

ગ્લેમરસ અંદાજમાં જાહ્નવી કપૂરની આ તસ્વીરોને જોઈને ચાહકો થયા ક્રેઝી

શ્રીદેવીની લાડલીએ કરાવ્યું ધમાકેદાર ફોટોશૂટ, બોલ્ડ તસ્વીરો શેર કરતાં જ બૂમ પડી ગઈ! જુઓ

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર પણ એક લોકપ્રિય સ્ટાર કિડ્સમાની એક છે. જાહ્નવીએ ફિલ્મ ‘ધડક’ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ હિટ રહી ન હતી પણ ફિલ્મમાં જાહ્નવીના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

Image Source

જાહ્નવી સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની બહેન ખુશી કપૂર કે પિતા બોની કપૂર સાથેની તસ્વીરો શેર કરતી રહે છે. જાહ્નવી પોતાની ફિટનેસ પર પણ ખુબ ધ્યાન આપે છે અને જીમમાં વ્યાયામ કરતી પોતાની તસ્વીરો કે વિડીયો શેર કરતી રહે છે.

Image Source

તાજેતરમાં જ જાહ્નવીએ પોતાની એક સુંદર તસ્વીર શેર કરી છે જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે. લાંબા સમય પછી જાહ્નવીએ પોતાની ગ્લેમર તસ્વીર શેર કરી છે.

Image Source

તસ્વીરમાં જાહ્નવીએ લાઇમ ગ્રીન રંગનો ડ્રેસ પહેરી રાખ્યો છે, જેમાં તે ક્યૂટ લાગી રહી છે અને તેના ચહેરા પરનું સ્મિત ચાહકોને લુભાવનારું છે.

Image Source

જાહ્નવીએ ગોલ્ડન ઈયરરિંગ પહેરી રાખી છે અને ગળામાં ચેઇન પણ પહેરી રાખ્યો છે. ખુલ્લા વાળમાં જાહ્નવી ખુબ જ સુંદર લાગી રહી છે.

Image Source

જાહ્નવી કપૂર છેલ્લી વાર ગુંજન સક્સેના-દ કારગિલ ગર્લ ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. જાહ્નવી દોસ્તાના-2, રુઇ અફઝા અને મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે.