યસ બેંકની હાલત ખરાબ છે, ત્યારે પોતાના પૈસા બચાવવા માટે લોકો બેંકની શાખાઓ અને એટીએમ પર લાઇનો લગાવી રહ્યા છે. રિઝર્વ બેંક (RBI) બચાવવા આગળ આવી છે. 6 માર્ચના મોડી રાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) યસ બેન્કના સ્થાપક રાણા કપૂરના ઘરે દરોડા પડ્યા હતા. તેમનું નિવેદન નોંધીને તેમની પૂછપરછ કરી. તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે હવે પૈસા ફસાઈ જવાને કારણે લોકો ચિંતિત છે, અને આ ભાગાદોડીમાં ‘ભગવાન’ના પૈસા પણ લટકી ગયા છે.

જગન્નાથ મંદિરના પૈસા ફસાયા –
ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરના 592 કરોડ રૂપિયા યસ બેંકમાં જમા છે, જે પાછા લઇ શકાય નથી. ઓડિશાના કાયદા પ્રધાન પ્રતાપ જેનાએ કહ્યું કે મંદિર પ્રશાસનની બેંકમાં બે ફિક્સ્ડ ડિપોઝીટ છે, જે 16 માર્ચ અને 29 માર્ચે મેચ્યોર થવાની હતી. આ પછી તેને સરકારી બેંકમાં જમા કરાવવાની હતી.
જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યસ બેંકે આ નાણાં ત્રણ હપ્તામાં મંદિરોને આપવાનું વચન આપ્યું છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર દેશના સૌથી ધનિક મંદિર આંધ્રપ્રદેશના તિરૂપતિ બાલાજીએ ઓક્ટોબર 2019માં બેંકમાંથી 1300 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેંકોની સ્થિતિને લઈને મંદિર ટ્રસ્ટના બોર્ડને પરિસ્થિતિનો અહેસાસ થયો હતો. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીને પણ આ વિશે માહિતી આપવામાં આવી હતી.

નાણામંત્રીએ અપાવ્યો લોકોને ભરોસો –
નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે સરકાર અને આરબીઆઈ યસ બેંકને બચાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. નાણામંત્રીએ લોકોને ખાતરી આપી હતી કે તેમના નાણાં સુરક્ષિત છે અને તેઓ સતત આરબીઆઈ સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં જ બેંક માટે રિઝોલ્યુશન પ્લાન લાવશે અને તેઓ આરબીઆઈ સાથે વાત કરશે કે આ બેંકમાં જમા કરનારાઓને રોકડની સમસ્યાનો સામનો કરવો ન પડે.
આરબીઆઈએ 3 એપ્રિલ સુધી યસ બેંકમાંથી 50 હજારથી વધુની ઉપાડ અટકાવી દીધી છે અને કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો છે. ભારતીય સ્ટેટ બેંક (SBI) યસ બેંકમાં રોકાણ કરશે અને ભાગીદારી ખરીદશે. યસ બેંક માટે નવું બોર્ડ બનાવવામાં આવશે. બોર્ડમાં SBI બે ડિરેક્ટરની નિમણૂક કરી શકશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.