મનોરંજન

જેકલીને શેર કરી એવી તસવીર કે લોકોએ કહ્યું…”મેડમ, તમારું ટોપ ફાટી ગયું છે….”

સલમાનની જેકવેલીને એવું બોલ્ડ ટોપ પહેરીને તસવીરો મૂકી કે ફેન્સની આંખો ફાટી ગઈ, જુઓ

બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસના લાખો લોકો દીવાના છે, તે પોતાના હોટ અને બોલ્ડ અંદાજથી ચાહકોનું દિલ જીતવામાં હંમેશા સફળ રહે છે. સોશિયલ મીડિયામાં પણ જેકલીન ખુબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. ચાહકો તેની તસવીરોને પણ ખુબ જ પસંદ કરે છે, ત્યારે આ દરમિયાન જ તેની એક તસ્વીર ચર્ચાનો વિષય બની છે.

મોટાભાગે પોતાના ડ્રેસિંગ સેન્સ અને દેખાવને લઈને ચર્ચામાં રહેવા વાળી જેક્લીનથી પણ એક ભૂલ થઇ ગઈ છે. જેકલીને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી છે. જેમાં તે સફેદ રંગના આઉટફિટમાં નજર આવી રહી છે.

જો તમે આ તસવીરને ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે આ તસ્વીરની અંદર થોડો ભાગ ફાટેલો દેખાશે. તો સોશિયલ મીડિયામાં પણ જેક્લીનનો આ ફાટેલો ડ્રેસ જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે, ઘણા યુઝર્સનું કહેવું છે કે મેડમ ડ્રેસ તો ફાટેલો છે.

આ તસ્વીર ઉપર એક યુઝર દ્વારા કોમેન્ટ કરવામાં આવી છે અને તેને લખ્યું છે કે “મેડમ ટોપ તો ફાટી ગયું છે.” તો બીજા એક વ્યક્તિએ મજાકિયા અંદાજમાં લખ્યું છે, “હોલ હો ગયા રે બાબા”, “કપડાં ફટ હુઆ હૈ.” તો ઘણા લોકો જેકલીનની આ તસવીરને જોઈને હોટ અને બ્યુટીફૂલ પણ કહી રહ્યા છે.

થોડા સમય પહેલા જેકલીને એક વીડિયો પણ શેર કર્યો હતો, જેની અંદર તે ગોલ્ફ રમતી જોવા મળી હતી. આ વીડિયોને પણ ચાહકોએ ખુબ જ પસંદ કર્યો હતો. ચાહકોને જેક્લીનનો આ અંદાજ પણ ખુબ જ પસંદ આવ્યો હતો.

જેક્લીનના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો તે છેલ્લે 2020માં બાદશાહ સાથે આવેલા “ગેંદા ફૂલ” ગીતની અંદર જોવા મળી હતી. આ ગીતને પણ દર્શકોએ ખુબ જ પસંદ કર્યું હતું. યુટ્યુબ ઉપર પણ આ ગીતે ધમાલ મચાવી દીધી હતી.