સેલ્ફી લઇ રહેલા ચાહકો સાથે જેકી શ્રોફ કરી રહ્યા હતા મજાક પણ આ કારણે થઇ ગયા ટ્રોલ
બોલિવૂડના દિગ્ગજ એક્ટર જેકી શ્રોફ તેમની શાનદાર સ્ટાઈલ માટે જાણીતા છે. તે ઘણીવાર ચાહકો અને પેપરાજી સાથે મસ્તી કરતા જોવા મળે છે. જો કે, આ વખતે જગ્ગુ દાદાની મજાક તેમના પર જ ભારે પડી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક ફેન સાથે મજાકમાં કંઈક એવું કરે છે, જેને જોઈને નેટીઝન્સ તેમના પર ગુસ્સે થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જેકી શ્રોફ હાથમાં નાના છોડ સાથે જોવા મળે છે. આ દરમિયન, ઘણા ચાહકો તેમની સાથે સેલ્ફી લેવા માટે આસપાસ ઉભા છે. આ સમયે જેકી શ્રોફ મજાકમાં એક ફેનને માથા પર ફટકારે છે. વાસ્તવમાં ફેન ખોટા એંગલથી સેલ્ફી લઈ રહ્યો હતો, એટલે જ અભિનેતાએ મજાકમાં તેને ટેપ કર્યો અને બીજી બાજુ આવવા કહ્યું. જો કે, કેટલાક લોકોએ જેકી દાદાની આ મજાકને ગંભીરતાથી લઇ લીધી અને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યુ.
જેકી શ્રોફના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘તમે તેને કેમ મારી રહ્યા છો?’ કેટલાક ચાહકોનું કહેવું છે કે જેકી શ્રોફે ચાહકો સાથે આવું વર્તન ન કરવું જોઈએ. જેકી શ્રોફના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, હાલમાં તેમની પાસે ઘણા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. ટૂંક સમયમાં જ અભિનેતા વરુણ ધવનની ફિલ્મ ‘બેબી જોન’માં જોવા મળશે. આ પછી તે ‘સિંઘમ અગેન’ અને ‘બાપ’ જેવી ફિલ્મોમાં જોવા મળી શકે છે.
View this post on Instagram