અલ્લુ અર્જુને પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 42મો બર્થ ડે…પુષ્પાને જોવા મોડી રાત્રે ઉમટી પડી ચાહકોની ભીડ

અલ્લુ અર્જુને પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 42મો બર્થ ડે…પુષ્પાને જોવા મોડી રાત્રે ઉમટી પડી ચાહકોની ભીડ

અલ્લુ અર્જુનના બર્થ ડે પર રીલિઝ થયુ ‘પુષ્પા-2’નું ધમાકેદાર ટીઝર, 3 જ કલાકમાં મળ્યા 50 લાખ વ્યૂઝ…મોડી રાત્રે કરી બર્થ ડે પાર્ટી

‘પુષ્પા’થી સૌના દિલ જીતી લેનાર સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે એટલે કે 8 એપ્રિલે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર તેણે મોડી રાત્રે પોતાના પરિવાર અને મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો, જેની તસીવરો તેની પત્ની સ્નેહા રેડ્ડીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. સ્નેહાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અલ્લુ અર્જુનના જન્મદિવસની ઉજવણીની તસવીરો પોસ્ટ કરી હતી. અલ્લુ અર્જુનના જન્મદિવસ પર એક ખાસ કેક કાપવામાં આવી હતી જેમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં બનેલ વેક્સ સ્ટેચ્યુની ઝલક જોવા મળે છે.

આ તસવીરોમાં ‘પુષ્પા’ સ્ટાર ડેશિંગ લાગી રહ્યો છે. તેણે કલરફુલ શર્ટ પહેર્યો હતો, જ્યારે સ્નેહા સફેદ ક્રોપ અને સ્કર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અલ્લુ અર્જુનની બર્થ ડે કેક ખૂબ ખાસ હતી. મોડી રાત સુધી સેંકડો ચાહકો અલ્લુ અર્જુનના ઘરની બહાર તેને શુભેચ્છા આપવા માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ અલ્લુ બહાર આવ્યો અને બધાનો આભાર માન્યો.

અલ્લુ અર્જુને તેના 42માં જન્મદિવસ પર ફેન્સને મોટી ગિફ્ટ આપી, આજે તેના જન્મદિવસ પર મોસ્ટ અવેટેડ ‘પુષ્પા 2’નું ટીઝર રિલીઝ થયુ જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બર્થડે પહેલા જ અલ્લુ અર્જુને જાહેરાત કરીને ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી હતી. તદ્દન નવા પોસ્ટર સાથે તેણે ટીઝરનો સમય જણાવ્યો હતો. જણાવી દઇએ કે, પુષ્પા ધ રૂલના ટીઝરને યુટ્યૂબ પર અડધા કલાકમાં 18 લાખ લોકોએ જોયું અને ત્રણ કલાકમાં તો આ આંકડો વધીને 50 લાખને પાર કરી ગયો.

જણાવી દઇએ કે, ‘પુષ્પા 2: ધ રૂલ’ એ 2021માં રિલીઝ થયેલી ‘પુષ્પા ધ રાઇસ’ની સિક્વલ છે, જેણે બોક્સ ઓફિસને હલાવીને રાખી દીધુ હતુ. ત્યારથી ચાહકો આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઇ રહ્યા છે, ‘પુષ્પા 2’ આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર એટલે કે 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે.ઉલ્લેખનીય છે કે, એક સમયે અલ્લુ અર્જુન એક ફિલ્મ માટે 18 થી 20 કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

‘ધ સિયાસત ડેઇલી’ના એક રિપોર્ટ અનુસાર ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે એક્ટરે 50 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા અને ફિલ્મની સફળતા બાદ અલ્લુએ ‘પુષ્પાઃ ધ રૂલ’ માટે મેકર્સ પાસેથી 90 થી 125 કરોડ રૂપિયા ફી માંગી છે.જણાવી દઇએ કે, અલ્લુ અર્જુને ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. તેલુગુ સિનેમાના ઈતિહાસમાં નેશનલ એવોર્ડ મેળવનાર તે પ્રથમ અભિનેતા છે. આ સિવાય અલ્લુએ ફિલ્મ માટે ફિલ્મફેર સાઉથ અને સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ (SIIMA) પણ જીત્યો હતો.

Shah Jina