Nita Ambani’s speech to Aditya Gadhvi : ગુજરાતના લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવીની બોલબાલા આજે દુનિયાભરમાં છે. તેનું ખલાસી ગીત તો ખુબ જ વાયરલ થયું અને જેના બાદ આદિત્યને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. સંગીત રસિયાઓ પણ હવે આદિત્ય ગઢવીના સુરના ચાહક બની રહ્યા છે, ત્યારે આ ક્રમમાં હવે નીતા અંબાણી પણ સામેલ થઇ ગયા છે. આદિત્ય ગઢવીના લાઈવ પર્ફોમન્સ દરમિયાન તેમને આદિત્ય ગઢવીના ભરપૂર વખાણ કર્યા.
આદિત્ય ગઢવીએ મુંબઈમાં પોતાનો પહેલો લાઈવ કોન્સર્ટ કર્યો. આ કોન્સર્ટ NMACC (નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર)માં હતો, જેમાં આદિત્ય ગઢવીએ લાઈવ પર્ફોમન્સ આપ્યું. ત્યારે આ દરમિયાન દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ આદિત્ય ગઢવીના ખુબ જ વખાણ કર્યા હતા, જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોને આદિત્ય ગઢવીએ શેર કર્યો છે, જેમાં નીતા અંબાણી કહેતા જોવા મળી રહ્યા છે કે, “મુંબઈમાં આ તમારો પહેલો શો છે, પરંતુ મને ખાતરી છે કે હવે તમારે વારંવાર મુંબઈ આવવું જ પડશે, અમે તમને ગોતી લીધા છે, તમારો જાદુઈ અવાજ, તમારી એનર્જી, તમારો જુસ્સો અને અદભુત કલા, આ બધાથી તમે ગુજરાતી સંગીતને એક અનોખી ઊંચાઈએ લઇ ગયા છો, ગુજરાતી સંગીતને તમે ગ્લોબલ બનાવી દીધું છે.”
નીતા અંબાણી આગળ કહે છે, “અને એટલે જ ખરેખર તમે અમારા તમામ ગુજરાતીઓનું ગૌરવ છો, અંગત રીતે કહું તો હું તમારી ખુબ મોટી ચાહક છું, અને આજે અમારા સેન્ટરના એનિવર્સરી સેલિબ્રેશનમાં તમે અમારી સાથે છો, એનો અમને ખુબ આનંદ છે, તમારા અને તમારા બધા જ કલાકારોને દિલથી આભાર”
આદિત્ય ગઢવીએ પણ આ વીડિયોને પોસ્ટ કરવાની સાથે કેપશનમાં જણાવ્યું છે કે, “હું બાજુની વિંગમાં ઉભો હતો અને આ ભાષણ સાંભળતો હતો અને ધન્યતા અનુભવતો હતો. હું શ્રીમતી નીતાબેન અંબાણી, મુકેશ અંબાણીજી અને NMACCનો ખુબ ખુબ આભાર માનું છું કે મને તેમના અત્યંત સુંદર સ્થળ પર મુંબઈમાં મારો પ્રથમ કોન્સર્ટ કરવાની આ તક આપી.
View this post on Instagram