હાય ગરમી ! ગરમીમાં કિંગ ખાનનો છૂટી ગયો પરસેવો, મેચ વચ્ચે હેરાન થતો જોવા મળ્યો શાહરુખ, વીડિયો વાયરલ

ગરમીએ કર્યા શાહરુખ ખાનના હાલ બેહાલ, મેચ દરમિયાન વારંવાર મોઢું લૂછતાં અને પાણી પીતા મળ્યો જોવા, વાયરલ થયો વીડિયો

Shahrukh condition is bad in the heat : દેશભરમાં હાલ ઉનાળાની મોસમ બરાબર જામી છે અને ઠેર ઠેર કાળઝાળ ગરમી પણ પડી રહી છે, આવા સમયે લોકો કામ વગર ઘરની બહાર જવાનું પણ ટાળતા હોય છે, ત્યારે હાલ આઇપીએલનો માહોલ પણ જામ્યો છે અને સતત એસીમાં રહેનારા સેલેબ્રિટીઓ પણ મેચ જોવા પહોંચે છે ત્યારે તેમના પણ હાલ બેહાલ થાય છે, જેનું તાજું ઉદાહરણ કિંગ ખાનના વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે, જેમાં શાહરુખ પરસેવે રેબઝેબ જોવા મળે છે.

IPL 2024માં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થઈ હતી. બંને ટીમો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સામસામે ટકરાઈ. જેમાં કોલકાત્તાએ દિલ્હીને 7 વિકેટે હરાવ્યું. જો કે આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  કોલકાતાની ગરમીમાં શાહરૂખ ખાનની હાલત ખરાબ દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કિંગ ખાન વારંવાર ચહેરો લૂછતો અને પાણી પીતો જોઈ શકાય છે.

શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ વારંવાર કપડાથી મોં અને હાથ લૂછતો જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન IPLમાં પોતાની ટીમ KKRની મોટાભાગની મેચ જોવા જાય છે. ત્યારે ગઈકાલની મેચ જોવા માટે કિંગ ખાન ઇડન ગાર્ડન પહોંચ્યો હતો, પરંતુ તેના ગરમીમાં હાલ બેહાલ થયા.

આ સિઝનમાં KKRનું પ્રદર્શન સારું રહ્યું છે. KKR ટીમ 9 માંથી 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે દિલ્હીની ટીમ 11માંથી 5 મેચ જીતીને છઠ્ઠા નંબર પર છે. ગઈકાલની મેચમાં દિલ્હીની ટીમે પહેલા બેટિંગ કરતા 153 રનનો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં KKRની ટીમે આ લક્ષ્ય 16.3 ઓવરમાં જ 3 વિકેટ ખોઈને મેળવી લીધું હતું. કોલકાત્તાની ટીમનો 7 વિકેટે વિજય થયો હતો. મેચનો હીરો વરુણ ચક્રવર્તી રહ્યો. જેને 4 ઓવરમાં ફક્ત 16 રન આપીને 3 વિકેટ ઝડપી.

Niraj Patel