ચાલુ મેચમાં શાહરુખ ખાને પકડી દીકરા અબરામની ફેંટ.. ગુસ્સે ભરાયો દીકરો અને પછી… જુઓ વીડિયો

કકિંગ ખાનના દીકરાને આવ્યો ગુસ્સો, લાઈવ મેચ દરમિયાન જ પપ્પા સામે ચીંધી આંગળી, ઘટના થઇ ગઈ કેમેરામાં કેદ, જુઓ વીડિયો

Abrar gets angry with Shahrukh : કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ દરમિયાન દર્શકોની નજર બે જગ્યાઓ પર હતી. પહેલા મેદાન પર અને બીજી સુપરસ્ટાર શાહરૂખ ખાન પર. કારણ કે SRK તેની ટીમની દરેક મેચમાં હાજર રહે છે. તાજેતરની મેચમાં જ્યારે કિંગ ખાન મેદાન પર મેચની મજા માણી રહ્યો હતો અને પોતાની ટીમને પ્રોત્સાહિત કરી રહ્યો હતો ત્યારે તેનો પુત્ર અબરામ પણ તેની સાથે હતો.

સમગ્ર મેચ દરમિયાન પિતા-પુત્રની જોડી લાગણીઓથી ભરેલી જોવા મળી હતી. પરંતુ પછી કંઈક એવું બન્યું જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો અને હવે તેના વિશે દરેકનો પોતાનો અભિપ્રાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન અને અબરામ મસ્તી કરી રહ્યા છે અને મજાક કરી રહ્યા છે, શાહરૂખ ખાન તેના પુત્રનું ગળું પકડવાનો ડોળ કરે છે અને તેના પર અબરામ તેના પિતા પર ગુસ્સે થઇ જાય છે.

અબરામ શાહરૂખ ખાનનો હાથ પોતાનાથી દૂર લેતા જોઈ શકાય છે જ્યારે શાહરૂખ તેની વાત પર હસતો જોવા મળે છે. આ પછી બંને ફરી મેચની મજા માણવા લાગે છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેના વિશે પોતાના મંતવ્યો આપી રહ્યા છે. બાદશાહ ખાનના એક પ્રશંસકે આ વીડિયો પર લખ્યું, “અબરામ શાહરૂખ સરને કહી રહ્યો છે  “આઉટ થઇ જઈશ, આઉટ થઇ જઈશ”

એક વ્યક્તિએ લખ્યું- ભગવાન બંનેને ખરાબ નજરથી બચાવે. એક પ્રશંસકે લખ્યું- બંનેને સાથે મસ્તી કરતા જોવું ખરેખર ખૂબ જ સુંદર છે. તેવી જ રીતે આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનના પુત્ર અબરામની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના નામના ઘણા પેજ છે જેના પર લોકો અબરામની તસવીરો પોસ્ટ કરતા રહે છે.

Niraj Patel