IPLમાં શાનદાર પ્રદર્શનના કારણે યૂઝવેન્દ્ર ચહલનું થઇ ગયું ટી-20 વર્લ્ડકપની ભારતીય ટીમમાં સિલેક્શન, ધનશ્રી ભાભીએ પોસ્ટ કરીને શું કહ્યું ? જુઓ
Chahal selection in the T20 World Cup : આજે ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં કેટલાક ખેલાડીઓનું પત્તુ કટ થયું છે તો કેટલાક ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી છે. ત્યારે ટી 20 વર્લ્ડકપની આ ટીમમાં યુઝુવેન્દ્ર ચહલને પણ સ્થાન મળી ગયું છે. ચહલને ગયા વર્લ્ડકપમાં સ્થાન નહોતું મળ્યું, પરંતુ આ વર્લ્ડકપમાં તે રમતો જોવા મળશે, ત્યારે ચહલનું સિલેક્શન થતા જ તેની પત્ની ધનશ્રી પણ ખુબ જ ખુશ થયેલી જોવા મળી રહી છે.
ધાનશ્રીએ પોતાના સોશિયલ મીડિયામાં એક સ્ટોરી શેર કરીને ચહલના સિલેક્શન થવાની ખુશી વ્યક્ત કરી છે, તેને પોતાની સ્ટોરીમાં ટીમ ઇન્ડિયાની સ્ક્વોડ સાથે ચહલને ટેગ કરીને લખ્યું છે, “એ પાછો આવી ગયો.” ધનશ્રી હંમેશા તેના પતિ ચહલને સપોર્ટ કરવા માટે મેદાનમાં પણ જોવા મળતી હોય છે. થોડા સમય પહેલા ચહલ અને ધનશ્રી વચ્ચે અણબનાવની ખબર પણ સામે આવી હતી, પરંતુ એ માત્ર અફવા સાબિત થઇ હતી.
સ્ટાર ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સોમવારે, 22 એપ્રિલે IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બનીને ઈતિહાસ રચ્યો હતો. યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધી 80 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 25.09ની એવરેજ અને 8.19ની સ્ટ્રાઈક રેટથી 96 વિકેટ લીધી છે. યુઝવેન્દ્ર ચહલ ઉપરાંત રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શ પટેલ. સિંહ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજના નામ પણ આ યાદીમાં સામેલ છે.