ચોથા માળેથી પડી ગયું માસુમ બાળક, બીજા માળે આવીને અટકી ગયું, રેક્સ્યૂનો વીડિયો થયો વાયરલ, જુઓ

બીજા માળેથી પડવાનું હતું બાળક, નીચે ચાદર ખોલીને ઉભા હતા લોકો ત્યારે જ થઇ ગયો ચમત્કાર,

Baby Falls From Apartment : નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને ક્યારેક તે ભૂલમાં એવા કોઈ કામ કરી બેસતા હોય છે કે તેમનું જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે. ઘણીવાર તે કોઈ વસ્તુ ગળી જતા હોય છે તો ક્યારેક તે બોરવેલમાં પણ પડી જાય છે, ત્યારે બાળકોનું ધ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી બનતું હોય છે. બાળકોને લઈને ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારે હાલ એક બાળકના રેસ્ક્યુનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક માસૂમ બાળક બીજા માળે પતરા પર લટકતો જોવા મળે છે. બાળકની આસપાસના ઘણા લોકો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો જમીન પર ચાદર પાથરીને ઉભા છે. કેટલાક લોકો બારીમાંથી તેના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આખરે બાળકીને સલામત રીતે બચાવી લેવામાં આવ્યું હતું. આ ઘટના ચેન્નાઈના એક એપાર્ટમેન્ટમાં બની હતી.  2 મિનિટ 20 સેકન્ડની આ ક્લિપ બિલ્ડિંગની સામેના એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી શૂટ કરવામાં આવી છે.

બાળકની ઉંમર 7-8 મહિના હોવાનું કહેવાય છે. વીડિયોમાં બાળક ભૂરા પતરા પર લટકી રહ્યો છે. નજીકમાં હાજર લોકો ગભરાઈને બૂમો પાડી રહ્યા છે. બાળકને જોતા એવું લાગે છે કે તે ગમે તે સેકન્ડે પડી શકે છે અને લોકો તેને અલગ-અલગ રીતે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિલ્ડિંગની નીચે પાર્કિંગની નજીક ભીડ એકઠી થઈ ગઈ છે. આમાંના કેટલાક લોકોએ ચાદર પકડી રાખી છે. જેથી જો બાળક પતરામાંથી સરકી જાય તો તે સીધું શીટ પર પડી જાય અને તેને ઈજા ન થાય.

માસૂમ બાળકને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે તે કિનારા પાસે લપસતો જોવા મળે છે, ત્યારબાદ લોકો જોર જોરથી ચીસો પાડવા લાગે છે. ત્યારે જ એક વ્યક્તિ બાલ્કનીની રેલિંગ પર ચડીને બાળકને પકડવાનો પ્રયાસ કરે છે. માણસ પોતાને સ્થિર કરે છે, તેનો હાથ લાવે છે, બાળકને પકડે છે અનેતેને નીચે ઉતારે છે. અહેવાલો અનુસાર, બાળક તેની માતા સાથે ચોથા માળે હતું. તે જ ક્ષણે તે અચાનક પડી ગયું અને બીજા માળે ફસાઈ ગયું. બાળકને હાથ-પગમાં નાની-મોટી ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Niraj Patel