બોલિવુડમાં ધમાલ મચાવતી આ ગુજરાતી એક્ટ્રેસ દિવસેને દિવસે થઇ રહી છે વધુ ખૂબસુરત અને બોલ્ડ…શેર કરી એવી તસવીરો કે ચાહકો થઇ જશે દીવાના

અજય દેવગન અને આર માધવન સ્ટારર ફિલ્મ શૈતાનમાં અજય દેવગનની દીકરીનો પ્લે કરનાર ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલાનું નામ હવે બોલિવુડ સુધી છવાઇ ગયુ છે. જાનકી બોડીવાલા આમ તો મૂળભૂત રીતે ગુજરાતી ફિલ્મો કરવા માટે જાણીતી છે. 28 વર્ષની ઉંમરે જાનકી બોડીવાલે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની શાનદાર ઓળખ બનાવી લીધી છે.

જાનકીએ છેલ્લો દિવસ, નાડી દોષ, વશ અને ઓ તારી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે અને પોતાની અભિનય ક્ષમતા બતાવી છે. ત્યારે બોલિવુડ ફિલ્મ શૈતાન બાદ એવી આશા છે કે તેની પાસે ઘણી વધુ ફિલ્મો હશે. ફિલ્મો સિવાય જાનકી છેલ્લા કેટલાક સમયથી તેના ફોટોશૂટ માટે ચર્ચામાં રહે છે.જાનકી દિવસેને દિવસે વધુ ખૂબસુરત અને બોલ્ડ બનતી જઇ રહી છે.

જાનકીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ઘણી બોલ્ડ લાગી રહી છે. આ તસવીરો જોઇ લાગી રહ્યુ છે કે જાનકી પર બોલિવુડનો ફીવર ચઢી ગયો છે. તસવીરોમાં જાનકી હોટ ટોપ અને પેન્ટમાં જોવા મળી રહી છે.આ લુક સાથે તેણે તેના વાળને કર્લી રાખ્યા છે અને ખુલ્લા છોડી દીધા છે. આ લુકમાં તે ઘણી સુંદર અને હોટ લાગી રહી છે. ચાહકો પણ જાનકીની આ તસવીરો પર દિલ હારી બેઠા છે.

જાનકીની વાત કરીએ તો, તેણે ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સમાંથી બેચલર ઓફ ડેન્ટલ સાયન્સ કર્યું છે. જાનકીએ હંમેશાથી અભિનેત્રી બનવાનું સપનું જોયું હતું. આ સપનું સાકાર કરવાની તક તેને વર્ષ 2015માં મળી જ્યારે તેની પહેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ આવી હતી. 20 વર્ષની ઉંમરે તેણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. જેમાં ‘તારી માટે વન્સ મોર’, ‘તંબુરો’, ‘છુટી જશે છક્કા’ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ ફિલ્મોમાં જાનકીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગુજરાતી ફિલ્મ “નાડી દોષ”માં પણ જાનકી નો અલગ જ અંદાજ ચાહકો ને ખુબ પસંદ આવ્યો હતો અને ફિલ્મે પણ સારી કમાણી કરી હતી. ‘છેલ્લો દિવસ’ બાદ ૭ વર્ષ પછી ચાહકોને જાનકી અને યશની જોડી સાથે જોવા મળી હતી. ફિલ્મો ઉપરાંત જાનકીએ વર્ષ 2019માં મિસ ઈન્ડિયામાં પણ ભાગ લીધો હતો.તે ગુજરાતની ત્રણ ફાઇનલિસ્ટમાંથી એક હતી.

ગુજરાતી ફિલ્મ ‘વશ’ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. જાનકીએ આ ફિલ્મમાં પોતાના દમદાર અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા. અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની જ રિમેક છે. ત્યારે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રી બાદ શૈતાનથી જાનકી બોલિવુડમાં પણ ચમકી છે. જાનકીએ ‘શૈતાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ છે અને એવું કહેવાઇ રહ્યુ છે કે શૈતાનની રિમેક બની રહી છે અને કદાચ જાનકી તેમાં પણ નજર આવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Jb (@jankibodiwala)

Shah Jina