Fire at Joy e Bike Company : જળ દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમી વચ્ચે ઘણી બધી જગ્યાઓએ આગ લાગવવાના બનાવો પણ સામે આવતા હોય છે. આવી ઘટનાઓમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે તો જાન-માલને પણ મોટું નુકશાન થતું હોય છે. ત્યારે હાલ આવી જ એક આગ લાગવાની ઘટના વડોદરામાંથી સામે આવી છે, જ્યાં એક ઈ બાઈક બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવતા જ ચકચારી મચી જવા પામી છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પાસે આવેલા આજવા સીગ્માએ કોલેજ રોટ પર જોય ઈ-બાઈક બનાવતી કંપની છે. રાત્રે 12 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને આ કંપનીમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો, જેના બાદ 5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ આગ બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે કંપનીના ત્રણ શેડ બળીને ખાખ થઇ ગયા અને આગ કાબુમાં આવૅ એ પહેલા મટીરીયલ પણ બળીને રાખ થઇ ગયું.
આ આગ ડ્રાય બેટરીમાં ઓવર હિટિંગના કારણે લાગી હોવાનું ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસ મુજબ અનુમાન છે. તો બીજી તરફ કંપનીના પ્રોડક્શન ઇન્ચાર્જના જણાવ્યા પ્રમાણે કંપનીના કમ્પાઉન્ડમાં આવેલા 3 શેડમાં પડેલા સ્ક્રેપ મટીરિયલમાં આગ લાગી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આગનો કોલ મળતા પાણીગેટ, દાંડિયાબજાર, ઇઆરસી, જીઆઇડીસી અને છાણી ટીપી-13 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આગ એટલી ભયાનક હતી કે ફાયરના જવાનોએ 5 કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. કંપનીમાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક મટીરિયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે સારી બાબત એ રહી કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ સ્ક્રેપનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. ફાયર વિભાની ટિમ આ આ બાબતે તપાસ કરી રહી છે. આટલી ભીષણ આગ લાગી છે ત્યારે કંપનીમાં ફાયર સેફ્ટી હતી કે નહીં તે તપાસનો વિષય બને છે.