હસતા રમતા બાળક થયુ બેહોંશ, શું છે સ્મોક બિસ્કિટ ? જેના કારણે બાળકની બગડી તબિયત- જાણો હકીકત

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 7-8 વર્ષના બાળકે ‘સ્મોક બિસ્કિટ’ ખાઈને જીવ ગુમાવ્યો
હોવાનું કહેવાઇ રહ્યુ છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ લિક્વિડ નાઈટ્રોજનમાંથી બનેલા બિસ્કિટ વેચવા માટે દુકાન માલિકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. આ વીડિયો કર્ણાટકના દાવણગેરેનો હોવાનું કહેવાય છે. બાળક તેના માતા-પિતા સાથે મેળો જોવા ગયો હતો. મેળામાં બાળકે સ્મોકવાળા બિસ્કિટ ખાવાની જીદ કરી,

ત્યારબાદ માતા રાજી થઈ અને પછી સ્ટોલ પરના વ્યક્તિએ બાળકને કાગળના ગ્લાસમાં ખાવા માટે સ્મોક બિસ્કિટ આપ્યા. જો કે, બાળકે આ બિસ્કિટ ખાધુ કે તરત જ રડવા લાગ્યો અને ખરાબ રીતે ચીસો પાડવા લાગ્યો. વાયરલ થયેલા વીડિયોમાં બિસ્કિટ વેચતો દુકાનદાર પણ સગીર લાગી રહ્યો છે. પુત્રની હાલત જોઈ માતા ગભરાઈ ગઈ અને પિતાને તેની સંભાળ લેવા બોલાવ્યા.

જો કે ડરી ગયેલા માતા-પિતા એ બાળકને છાતી પર લગાડી સાજા કરવાનો પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ ગયા. આખરે બાળક દર્દથી બેભાન થઈ ગયું. સોશિયલ મીડિયા પર આ વિડિયો જોયા પછી બધા જ ક્ષણ માટે થંભી ગયા. જણાવી દઈએ કે સ્મોક બિસ્કિટમાં નાઈટ્રોજન ભરપૂર માત્રામાં હોય છે. બાળકે આ બિસ્કીટ ખાતા જ ધુમાડો તેના મોઢામાં, ગળામાં, ફૂડ પાઇપમાં અને પેટમાં ફેલાઈ ગયો જેને કારણે તેને ઘણું નુકસાન થયું.

સ્મોક બિસ્કિટ તૈયાર કરવા માટે લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. તે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ મુખ્યત્વે કોઈપણ વસ્તુને ઠંડુ કરવા માટે થાય છે. તેનું તાપમાન માઈનસ 196 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. તેની સાથે તેની ઘણી આડઅસર પણ છે, જેમાં ત્વચાની એલર્જી, મોઢામાં બળતરા, પેટમાં દુખાવો વગેરેનો સમાવેશ થાય છે.

આ વીડિયો વાયરલ થયા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ડ્રાય આઇસ ખાવાને કારણે બાળકનું મોત થયુ છે જો કે એવું નથી. આ વીડિયો શેર કરનાર લખી રહ્યા છે કે બાળકનું મોત ડ્રાય આઈસ યુક્ત સ્નેક્સ ખાધા બાદ થયું છે. લોકો આવી ખાવા-પીવાની વસ્તુઓ અંગે સાવચેત રહેવાનું કહી રહ્યા છે. આના દ્વારા પ્રશાસનને અપીલ કરવામાં આવી રહી છે કે આવા ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ મુકવામાં આવે. અટકળો લગાવવામાં આવી રહી છે કે આ વીડિયો તેલંગાણા અથવા આંધ્ર પ્રદેશનો છે.

એક પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “જુઓ કેવી રીતે હસતું બાળક ડ્રાય આઈસ ખાય છે અને થોડી જ ક્ષણોમાં તે આ દુનિયામાં નથી રહેતો. થોડીક બેદરકારીના કારણે એક પરિવારના બાળકનું મોત. પ્રશાસને આ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.” જો કે ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતું બાળક મૃત્યુ પામ્યું નથી. આ ઘટના તાજેતરમાં જ કર્ણાટકના દાવણગેરેમાં બની હતી.

Shah Jina