રીલનો એવો તો કેવો શોખ કે બાળકનું પણ ધ્યાન નાખ્યું ? રીલ બનાવવા નાચી રહી હતી મહિલા, પ્લેટફોર્મ પર પડી ગયું બાળક અને પછી… જુઓ

પ્લેટફોર્મ પર પડી ગયું બાળક, છતાં રીલ બનાવતી રહી મા, વીડિયો જોઈને લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો

Kid fell on platform mother making reel : આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો રાતો રાત ફેમસ પણ થઇ ગયા છે, તો ઘણા લોકો એવા પણ હોય છે જે ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી જતા હોય છે. આવા ઘણા વીડિયો તમે વાયરલ તથા પણ જોયા હશે જે જોઈને ઘણીવાર આપણે પણ ગુસ્સે ભરાઈ જઈએ. હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મમ્મી રીલ બનાવવાના ચક્કરમાં એટલી ઘેલી થઇ ગઈ છે કે તેને તેના બાળકનું પણ ધ્યાન ના રહ્યું.

વાયરલ થઈ રહેલા આ વીડિયોની શરૂઆતમાં સૌથી પહેલા મહિલા તેના બાળક સાથે પ્લેટફોર્મ પર ચાલતી જોવા મળે છે અને પછી અચાનક ડાન્સ કરવા લાગે છે. સ્ત્રી ડાન્સ કરતી વખતે આગળ વધે છે. દરમિયાન પાછળ ચાલતું તેમનું બાળક દોડતી વખતે પડી જાય છે. મહિલાને ખ્યાલ પણ નથી આવતો કે તેનું બાળક પડી ગયું છે.

મહિલા ડાન્સ કરવામાં એટલી ખોવાઈ ગઈ છે કે તેને બાળકની જરા પણ ચિંતા નથી. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને ખુબ જ ગુસ્સે પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે.  વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘મેં મારી પત્નીની બીમારીને સમયસર ઠીક કરી દીધી.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘માતા અને પિતા બંનેને નમસ્તે… બેદરકાર… રીલ્સ બનાવવી જરૂરી છે.’ વીડિયો જોયા પછી કેટલાક લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે ડાન્સ કરતી વખતે એક માતા ભૂલી ગઈ કે તેનું બાળક પ્લેટફોર્મ પર પડી ગયું છે. આ ઉપરાંત પણ ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

Aanchal
error: Unable To Copy Protected Content!