હદ છે ! પાકિસ્તાની ક્રિકેટ ટીમને ટ્રેનિંગ આપી રહી છે આર્મી, હાથોમાં પથ્થર ઉઠાવી ચઢી રહ્યા છે પહાડ, વીડિયો જોઇ લોકોએ લીધી મજા

શું ક્રિકેટ છોડી જંગ લડવાની પ્રેક્ટિસ કરી રહી છે પાકિસ્તાની ટીમ ? વાયરલ વીડિયોમાં પાકિસ્તાની ખેલાડીઓ બંદૂક અને હાથમાં પથ્થર સાથે આર્મીની ટ્રેનિંગ લેતા જોવા મળ્યા

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હંમેશા અજીબોગરીબ કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક કેપ્ટન અને ખેલાડીઓ વચ્ચે તકરાર થાય છે તો ક્યારેક કેપ્ટનની એક સિરીઝ બાદ છુટ્ટી થઈ જાય છે. ત્યારે હાલમાં કેટલાક એવા વીડિયો સામે આવ્યા છે જેને જોઈને દુનિયાભરના મોટાભાગના ક્રિકેટ ફેન્સ પાકિસ્તાની ટીમની મજાક ઉડાવી રહ્યા છે. ટી20 વર્લ્ડ કપ પહેલા બાબર આઝમને ટીમની કમાન મળી છે. શાહીન આફ્રિદી બહાર છે.

ફિટનેસને લઈને પાકિસ્તાની ટીમની હંમેશા ટીકા થતી રહી છે.ફિલ્ડિંગમાં ધીમીતાને કારણે ખેલાડીઓની હંમેશા ટીકા કરવામાં આવે છે. આ કારણોસર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક નવી યુક્તિ અપનાવી છે. ખેલાડીઓને આર્મી કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. ત્યાં દરેક સૈનિકોની જેમ તાલીમ લઈ રહ્યા છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો કે લોકો હસવાનું ના રોકી શક્યા.

એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ખેલાડીઓ હાથમાં પથ્થર લઈને પહાડ પર ચઢી રહ્યા છે. બોલર નસીમ શાહ, વિકેટકીપર મોહમ્મદ રિઝવાન અને ઓલરાઉન્ડર ઈફ્તિખાર અહેમદના હાથમાં મોટા પથ્થરો જોવા મળ્યા હતા.ખેલાડીઓની તાલીમ 25 માર્ચથી શરૂ થઈ હતી જે 8 એપ્રિલ સુધી ચાલશે એવું કહેવાઇ રહ્યુ છે.

ઓપનર બેટ્સમેન ફખર ઝમાન બંદૂકથી નિશાન સાધતો જોવા મળ્યો. તેની તસવીર ઘણી વાયરલ થઈ રહી છે. આ અંગે PCB ચીફે કહ્યું કે, મેં બોર્ડને ખેલાડીઓ માટે આવો પ્લાન તૈયાર કરવા કહ્યું છે જેથી કરીને તેમની ફિટનેસ સુધારી શકાય. આ માટે આપણે આપણા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે. ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી રહી છે.

આ પછી અમારે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ભાગ લેવાનો છે. અમારે ટી-20 વર્લ્ડ કપમાં પણ ભાગ લેવાનો છે. આ કારણોસર અમે ખેલાડીઓને પાકિસ્તાની સેના પાસેથી તાલીમ લેવાનું નક્કી કર્યું. અમને પૂરી આશા છે કે ખેલાડીઓને આનાથી ઘણો ફાયદો થશે.” પીસીબીએ મોટી ટુર્નામેન્ટમાં જીતવાના હેતુથી એક ખાસ તાલીમ યોજના બનાવી છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમની ટ્રેનિંગ પર લોકો સોશિયલ મીડિયા પર પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

એક પાકિસ્તાની યુઝરે કહ્યું કે આપણા ક્રિકેટરોનું આટલું અપમાન શા માટે? શું આ તેમની કુશળતામાં સુધારો કરશે? હું તેમના માટે દિલગીર છું. અન્ય યુઝરે કહ્યું કે આ કેમ્પનો હેતુ શું હતો? શું સૈન્યને લાગ્યું કે તેમનામાં અનુશાસનની કમી છે?” જો કે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પાકિસ્તાની ટીમની મજાક ઉડાવી રહ્યા છે. જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે ક્રિકેટ ટીમે સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો હોય, આ પહેલા પણ પાક ક્રિકેટરો દોરડા પર ચઢવા અને ઊંચી દીવાલો પરથી કૂદવા જેવા અભ્યાસમાં ભાગ લઈ ચૂક્યા છે.

Shah Jina