મહિલાઓ ધ્યાન આપો, હાર્ટ એટેકનું કારણ બની શકે છે તમારી આ આદતો…જોખમથી બચવા કરો આ ઉપાય

આપણે બધા જાણીએ છીએ કે જો પૂરતી ઊંઘ ન લેવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે જો મહિલાઓને પૂરતી ઊંઘ ન મળે અને આ ઘણા દિવસો સુધી ચાલુ રહે તો તેઓ સરળતાથી હૃદય સંબંધિત બીમારીઓનો ભોગ બની શકે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આટલું જ નહીં, પિટ્સબર્ગ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે જો કોઈ મહિલા 7 કલાકની ઊંઘ નથી લેતી તો હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક, મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન જેવી સમસ્યાઓનો શિકાર પણ બની શકે છે. ઊંઘની ઉણપ મહિલાઓમાં આ જોખમ 70 ટકા વધારી દે છે. વૈજ્ઞાનિકોએ 2,517 મહિલાઓ પર આ સંશોધન કર્યું હતું. આ સંશોધનમાં જાણવા મળ્યું કે જે મહિલાઓ ઊંઘની અછત અથવા વારંવાર ઊંઘમાં ખલેલ અનુભવે છે (ચારમાંથી એક મહિલા), તેમનામાં હૃદય રોગનું જોખમ 70 ટકા જોવા મળ્યું હતું.

ત્યાં જે મહિલાઓ 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેનામાં હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર, ધમનીની બીમારી જેવી 72 ટકા સમસ્યાઓ જોવા મળી હતી. આ ઉપરાંત સંશોધનમાં એ પણ સામે આવ્યુ કે જે મહિલાઓને સતત ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે તેમનું બ્લડ પ્રેસર વધે છે અને આ બોડી રિધમને પણ પ્રભાવિત કરે છે, જે હાર્ટ એટેકનો ખતરો 75 ટકા વધારી દે છે.

અનિદ્રાની પરેશાનીથી આવી રીતે મેળવો છુટકારો

  • હેલ્થલાઇન મુજબ શરીર અને મનને શાંત કરવા માટે મેડિટેશન, મંત્ર અને યોગનો સહારો લો.
  • જો તમે અઠવાડિયામાં 150 મિનિટ કસરત કરો છો તો અનિદ્રાની સમસ્યા દૂર થવા લાગે છે.
  • તણાવના કારણે જો તમને ઊંઘ નથી આવતી તો તમે સેલ્ફ મસાજની મદદથી આ સમસ્યાને દૂર કરી શકો છો.
  • તમારા આહારમાં મેગ્નેશિયમ રિચ ફૂડ સામેલ કરો અને સૂવાના 2 કલાક પહેલા ડિનર કરી લો. ચા અને કોફીથી દૂરી બનાવી રાખો.
  • સૂવાના 2 કલાક પહેલા સ્ક્રીન બંધ કરી દો, હુંફાળા પાણીથી સ્નાન કરો અને રૂમની લાઈટો ઓફ કરી દો.
Shah Jina